પાન શૉટ્સ

15 April, 2026 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૌપ્રથમ નાગરવેલનાં પાનને સારી રીતે ધોઈ લો. હવે મિક્સરમાં પાન, કોપરું, ગુલકંદ, કાચી વરિયાળી, એલચી પાઉડર અને ખાંડ નાખો. એમાં બેથી ૩ ચમચી પાણી ઉમેરીને પહેલાં ક્રશ કરી લો. 

પાન શૉટ્સ

સામગ્રી : નાગરવેલનાં કલકત્તા પાન પાંચથી છ, ટોપરાનું ખમણ (કોપરું) ૧ ચમચી, ગુલકંદ ૨ ચમચી, કાચી વરિયાળી ૧ ચમચી, એલચી પાઉડર ૧ ચમચી, ખાંડ / સાકર સ્વાદ મુજબ, પાણી બેથી ૩ ચમચી, દૂધ અડધોથી ૧ ગ્લાસ
બનાવવાની રીત : સૌપ્રથમ નાગરવેલનાં પાનને સારી રીતે ધોઈ લો. હવે મિક્સરમાં પાન, કોપરું, ગુલકંદ, કાચી વરિયાળી, એલચી પાઉડર અને ખાંડ નાખો. એમાં બેથી ૩ ચમચી પાણી ઉમેરીને પહેલાં ક્રશ કરી લો. 
ત્યાર બાદ એમાં દૂધ ઉમેરો અને ફરીથી સારી રીતે સ્મૂથ મિક્સ કરી લો. તૈયાર થયેલા મિશ્રણને ગ્લાસમાં કાઢીને ઠંડું પીરસો.
સર્વિંગ ટિપ : આ ડ્રિન્ક ઠંડું-ઠંડું પીવાથી વધારે ટેસ્ટી લાગે છે. ઉનાળામાં એ શરીરને ઠંડક અને એનર્જી આપે છે.

food and drink food news street food indian food mumbai food Gujarati food lifestyle news life and style columnists