✕

આજની રેસિપી: સેવની બરફી

26 November, 2026 10:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રીતે તૈયાર કરો સેવની બરફી

સેવની બરફી

સામગ્રી : સેવ બનાવવા માટે  : દોઢ કપ બેસન, ૩ ચમચી તેલ, પાણી, બે કપ દૂધ, ૧ કપ સાકર, કેસરના ૪-૫ તાંતણા, દોઢ કપ માવો, પા ચમચી એલચી પાઉડર, ૧ મોટી ચમચી બદામ-પિસ્તાંની કતરણ, ૧ ચમચી ઘી.

બનાવવાની રીત : બેસનને ચાળીને તેલનું મોણ નાખીને લોટ બાંધી સેવ બનાવી લેવી, સેવ ઠંડી થાય એટલે હાથથી ભૂકો કરી લેવો. એક કડાઈમાં દૂધ અને સાકર નાખીને ઊકળવા મૂકવું, કેસર નાખવું, હલાવતાં રહેવું, જરા વાર પછી માવો નાખીને મિક્સ કરવું. એલચી પાઉડર નાખવો, છેલ્લે સેવનો ભૂકો નાખીને સતત હલાવતાં રહેવું, એક ચમચી ઘી નાખવું. મિશ્રણ થિક થાય ત્યાં સુધી ગૅસ પર હલાવવું, પછી ઘી લગાડેલી થાળીમાં પાથરીને બદામ-પિસ્તાની કતરણથી ગાર્નિશ કરવું, સાવ ઠંડું થાય પછી બરફીના પીસ કરીને સર્વ કરવું.

- પુનિતા શેઠ

food news food and drink Gujarati food indian food gujarati mid day