હોમ ટિપ્સ - કાચની બરણીમાંથી આવતી વાસ દૂર કેમ કરવી?

28 October, 2025 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બરણીમાં ગરમ પાણી નાખી એમાં થોડાં બે​કિંગ સોડા નાખવાં અને આખી રાત એને રહેવા દેવું, આમ કરવાથી પણ વાસ દૂર થાય છે.

હોમ ટિપ્સ - કાચની બરણીમાંથી આવતી વાસ દૂર કેમ કરવી?

 કાચની બરણીમાંથી લસણ કે મસાલાની તીવ્ર વાસ દૂર કરવા માટે કાગળના નાના ટુકડા અથ‍વા અખબારના ટુકડા કરીને ઢાંકણ બંધ કરી દો. એક દિવસ પછી એને કાઢી લો. આમ કરવાથી અખબાર વાસ શોષી લેશે.
 બરણીમાં ગરમ પાણી નાખી એમાં થોડાં બે​કિંગ સોડા નાખવાં અને આખી રાત એને રહેવા દેવું, આમ કરવાથી પણ વાસ દૂર થાય છે.
 કાચની બરણીમાં નારંગી અને લીમડાની છાલ નાખીને થોડું મીઠું છાંટી દો અને એને ઓવરનાઇટ રહેવા દેશો તો વાસ દૂર થઈ જશે.

life and style columnists lifestyle news food news fashion news