અથાણું બનાવતી વખતે આટલું ધ્યાન રાખજો

23 April, 2026 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અથાણું હંમેશાં કાચની બરણીમાં અથવા ચિનાઈ માટીના વાસણમાં જ ભરવું. પ્લાસ્ટિક કે સ્ટીલના વાસણમાં લાંબો સમય અથાણું રાખવાથી એની રાસાયણિક પ્રતિક્રિયા થઈ શકે છે અને સ્વાદ બગડી શકે છે.

અથાણું બનાવતી વખતે આટલું ધ્યાન રાખજો

 અથાણું બગડવાનું મુખ્ય કારણ ભેજ છે. કેરી કે ગૂંદાં જે પણ વાપરો એને ધોયા પછી કોરા કપડા પર ફેલાવીને પાંચથી છ કલાક સુધી પંખા નીચે અથવા હળવા તડકામાં સૂકવો. એમાં સહેજ પણ પાણીનો અંશ ન રહેવો જોઈએ.
 અથાણું હંમેશાં કાચની બરણીમાં અથવા ચિનાઈ માટીના વાસણમાં જ ભરવું. પ્લાસ્ટિક કે સ્ટીલના વાસણમાં લાંબો સમય અથાણું રાખવાથી એની રાસાયણિક પ્રતિક્રિયા થઈ શકે છે અને સ્વાદ બગડી શકે છે.
 અથાણામાં મીઠું થોડું ચડિયાતું હોવું જોઈએ. મીઠું અથાણાને ગળવા દેતું નથી અને એને બગડતું અટકાવે છે. અથાણું બરણીમાં ભરતાં પહેલાં થોડી હિંગ સળગતા કોલસા પર મૂકી બરણી ઊંધી રાખીને પછી અથાણું ભરશો તો સરસ સુગંધ આવશે અને બગડશે પણ નહીં.

food and drink food news street food Gujarati food mumbai food indian food columnists life and style lifestyle news