30 August, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અવાકાડો થેચા રેસિપી
સામગ્રી : પાકેલું અવાકાડો ૧ (મધ્યમ કદનું), લીલાં મરચાં પાંચ-છ (તીખાશ પ્રમાણે), સિંગ અડધી વાટકી, લસણની કળી ૬-૭, મીઠું સ્વાદ પ્રમાણે, કડીપત્તાં પાંચથી ૬, જીરું અડધી ચમચી, લીંબુનો રસ ૧ ચમચી, તેલ (મગફળીનું તેલ શ્રેષ્ઠ) દોઢ ચમચી, કોથમીર (ગાર્નિશ માટે) ૧-૨ ચમચી (બારીક સમારેલી)
રીત : એક કડાઈમાં તેલ ગરમ કરો. એમાં જીરું, લસણ, લીલાં મરચાં અને સિંગ નાખીને જ્યાં સુધી મરચાં થોડાં શેકાય ત્યાં સુધી શેકી લો. હવે એમાં લીમડાનાં પાન ઉમેરો અને થોડી સેકન્ડ માટે ફ્રાય કરો. એને ઠંડું થવા દો અને પછી મિક્સરમાં ક્રશ કરો (પેસ્ટ નહીં, ખમણ જેવું રાખવું). હવે મૅશ કરેલું અવાકાડો લો અને એમાં આ થેચાનો મસાલો મિક્સ કરો. એમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો. ઉપરથી કોથમીર ભભરાવો.
-પૂનમ ધરોડ નાગડા