અહીં મળે છે ૬૫ જેટલી વરાઇટીના થિક શેક અને સુરતી કોલ્ડ કોકો

15 August, 2026 11:46 AM IST  |  Mumbai | Darshini Vashi

મા કોલ્ડ કોકોનું નામ સુરતમાં ઘણું ફેમસ છે. એ હવે કાંદિવલીના મહાવીરનગરમાં શરૂ કરવામાં આવ્યું છે, આ જગ્યા હજી એપ્રિલમાં જ શરૂ કરી છે, પરંતુ ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે. મુંબઈમાં ઘણી જગ્યાએ કોલ્ડ કોકો અને થિક શેક મળતા હશે, પરંતુ...

અહીં મળે છે ૬૫ જેટલી વરાઇટીના થિક શેક અને સુરતી કોલ્ડ કોકો

સુરતી કોલ્ડ કોકો હવે મુંબઈમાં ઘણી જગ્યાએ મળે છે, પરંતુ સુરતની ફેમસ ‘મા કોલ્ડ કોકો’નાં અઢળક વરાયટીના થિક શેક અને ફ્રૂટ્સૅલડ પણ હવે મળવા લાગ્યા છે. કાંદિવલીના મહાવીરનગરમાં શરૂ કરવામાં આવેલી ‘મા કોલ્ડ કોકો’ના વેદ શેટા કહે છે, ‘મા કોલ્ડ કોકો સુરતની બ્રૅન્ડ છે જ્યાં એનાં ૧૦ જેટલાં આઉટલેટ્સ છે. મુંબઈમાં અમે પહેલું આઉટલેટ શરૂ કર્યું છે. અહીં એની આ માસ્ટર ફ્રૅન્ચાઇઝી છે. આ જગ્યા કોલ્ડ કોકો, થિક શેક અને ફ્રૂટસૅલડ માટે જાણીતી છે. આ જગ્યા હજી એપ્રિલમાં જ શરૂ કરી છે, પરંતુ ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે. મુંબઈમાં ઘણી જગ્યાએ કોલ્ડ કોકો અને થિક શેક મળતા હશે, પરંતુ સુરતના ફેમસ કોલ્ડ કોકો અને થિક શેક બહુ નહીં જોવા મળે. એ પણ આટલી વિસ્તૃત વરાઇટીમાં તો નહીં જ.’
અહીંની ફેમસ આઇટમની વાત કરીએ તો બ્રાઉની થિક શેક, ફરેરો રોશર થિક શેક, બિસ્કૉફ થિક શેક અને લિચી થિક શેક, કોલ્ડ કોકો મિલ્કશેક, ફ્રૂટસૅલડ અહીંની સ્પેશ્યલિટી છે. હાલમાં બ્લૅક મૅજિક થિક શેકની ખૂબ ડિમાન્ડ છે એ વિશે વેદ કહે છે, ‘એ કાળા કિસમિસ, ઓરિયો અને કિટ કેટનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવે છે. આ સિવાય અહીં ૬૫ જેટલી વરાઇટીના થિક શેક મળે છે. ૩૫ જાતના મિલ્ક શેક મળે છે જેમાં અમુકમાં તો ભરપૂર ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવે છે તો અમુકમાં એક જ થિક શેકની અંદર અનેક જાતની ચૉકલેટ પણ ઍડ કરવામાં આવે છે. નૉર્મલ મિલ્ક શેક અને જૂસ પણ અહીં મળે છે. આ આઇટમોમાં કોઈ પણ પ્રકારનાં પ્રિઝર્વેટિવ્સ વાપરવામાં આવતાં નથી. આ થિક શેક એટલા બધા થિક હોય છે કે ગ્લાસને ઊલટો કરવામાં આવે તો પણ શેક નીચે ઢોળાતો નથી.’
ક્યાં મળશે? : મા કોલ્ડ કોકો, D માર્ટની સામે, મહાવીરનગર, કાંદિવલી-વેસ્ટ

surat kandivli darshini vashi food news columnists food and drink street food indian food Gujarati food mumbai food