અંધેરીમાં મળે છે ઇટાલિયન ફ્લેવર્સના પીત્ઝા સ્ટાઇલ પટેટો

30 May, 2026 06:32 PM IST  |  Mumbai | Darshini Vashi

ફ્રેન્ચ ફ્રાઇઝના અપગ્રેડેડ વર્ઝન અને ખાસ ઇટાલિયન ફ્લેવર્સ સાથે પટેટો અને પીત્ઝા લવર્સ માટે બેસ્ટ ઑપ્શન સાબિત થશે, અંધેરીના લોખંડવાલામાં ખાણી-પીણીના શોખીનો માટે એક નવું આકર્ષણ ઉમેરાયું છે.

અંધેરીમાં મળે છે ઇટાલિયન ફ્લેવર્સના પીત્ઝા સ્ટાઇલ પટેટો

અંધેરીના લોખંડવાલામાં ખાણી-પીણીના શોખીનો માટે એક નવું આકર્ષણ ઉમેરાયું છે. જાણીતા બિઝનેસમૅન દિવ્યાંક શર્માએ પોતાનું નવું ક્લાઉડ કિચન ધ બેક્ડ પટેટો હેડ શરૂ કર્યું છે જે પોતાની ખાસ બેક્ડ ડિશ અને ઑથેન્ટિક ઇટાલિયન પીત્ઝા માટે ટૂંક સમયમાં જ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સિક્યૉરિટી અને હાઉસકીપિંગના બિઝનેસ સાથે દિવ્યાંકે તેના કુકિંગ પ્રત્યેના પૅશનને ફૉલો કરવાનું પસંદ કર્યું અને આ ક્લાઉડ કિચનની શરૂઆત કરી. અહીં ઘરેથી જ પટેટોની એકદમ યુનિક અને પ્રીમિયમ વરાઇટીઝ પીરસવામાં આવે છે, જે ફાસ્ટ-ફૂડના શોખીનો માટે કંઈક નવું જ છે. એ સામાન્ય ફ્રેન્ચ ફ્રાઇઝ કરતાં ઘણી અલગ અને પ્રીમિયમ છે. આ ઉપરાંત નેપોલિયન પીત્ઝા માટે ખાસ ફર્મેન્ટેડ ડો અને ઓરિજિનલ ઇટાલિયન સ્પાઇસિસનો ઉપયોગ કરે છે જેથી ઑથેન્ટિક ઇટાલિયન ટેસ્ટ મળી રહે.
દિવ્યાંક આ વિશે કહે છે, ‘મારો મૂળ બિઝનેસ ચાલી રહ્યો છે, પણ ફૂડ-સ્પેસમાં કંઈક નવું અને ક્રીએટિવ કરવું એ મારો એક અલગ જ શોખ હતો. મેં પટેટોની એકદમ ખાસ અને નવી વરાઇટીઝ પર ફોકસ કર્યું છે જે ઑઇલી નથી, હેલ્ધી છે. ચિલી ચીઝ પટેટોની અંદર ચીઝી અને સ્પાઇસી ફિલિંગ ભરીને બેક કરવામાં આવે છે. પીત્ઝા સ્ટાઇલ પટેટો ફ્રેન્ચ ફ્રાઇઝનું અપગ્રેડેડ વર્ઝન છે. ઇટલીમાં આ રીતની વાનગીઓ મળે છે, પણ એની પ્રોસેસ લાંબી હોવાથી અહીં કોઈ એને બનાવવાનું પ્રિફર કરતા નથી. જોકે આ વાનગી ખરેખર બહુ ટેસ્ટી લાગે છે.’
ક્યાં મળશે? : ધ બેક્ડ પટેટો હેડ, સુમન ટાવર, 3x લેન, હાઈ પૉઇન્ટ વેજ રેસ્ટોરાં નજીક, લોખંડવાલા કૉમ્પ્લેક્સ, અંધેરી-વેસ્ટ, મુંબઈ-400053

food and drink food news street food Gujarati food mumbai food indian food darshini vashi columnists