આજની રેસિપી: આમળાંનો હલવો

12 February, 2026 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો આમળાંનો હલવો

આમળાંનો હલવો

સામગ્રી : ૨૫૦ ગ્રામ બાફેલાં આમળાં, ૪ ચમચા ઓટ્સનો પાઉડર, ૧૦૦ ગ્રામ મોળો માવો, ૨ ચમચા દેશી ઘી, ૨૦૦ ગ્રામ ગોળ, મિક્સ બધાં ડ્રાયફ્રૂટ.

રીત : સૌથી પહેલાં બૉઇલરમાં આમળાંને બૉઇલ કરવાં. પછી બૉઇલ્ડ આમળાંને છીણી લેવાં. હવે પૅનમાં ઘી ગરમ મૂકવું. એમાં છીણેલાં આમળાં ઉમેરવાં. હવે ઓટ્સનો પાઉડર ઉમેરી બેઉને શેકી લેવા. થોડું શેકાઈ જાય પછી માવો ઉમેરી શેકવું. હવે એમાં ગોળ ઉમેરી સરખું મિક્સ કરી લેવું. હવે એમાં એલચી પાઉડર અને ડ્રાયફ્રૂટ ઉમેરવાં. ગરમાગરમ આમળાનો હલવો સર્વે કરવો.

આમળાના ફાયદા 

૧- આમળાની અંદર કેરાટિન, ફૉસ્ફરસ અને કૅલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે.
૨- એમાં જે મિનરલ્સ અને વિટામિન્સ હોય છે એ આપણને ઘણાબધા રોગોથી અટકાવે છે.
૩- આમળાનો જૂસ પીવાથી વજન પણ ઓછું થાય છે.
૪- આમળાં આપણી બૉડીને ડીટૉક્સ કરે છે.
૫- કબજિયાતની તકલીફ દૂર કરે છે.

food news indian food Gujarati food mumbai food life and style lifestyle news columnists