આજની રેસિપી: આટા જૅગરી આમન્ડ કુકીઝ

01 January, 2026 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો આટા જૅગરી આમન્ડ કુકીઝ

આટા જૅગરી આમન્ડ કુકીઝ

સામગ્રી : ૧ કપ ઘઉંનો લોટ, અડધો કપ ગોળનો ભૂકો, પા કપ નાના ટુકડામાં બદામનો ભૂકો ૪ ટીસ્પૂન ઘી, ૧/૨ ટીસ્પૂન બેકિંગ પાઉડર, ૧/૪ ટીસ્પૂન બેકિંગ સોડા, વૅનિલા એસેન્સ ૧ ચમચી, ચપટી મીઠું અને થોડું દૂધ.

રીત : એક બાઉલમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરીને થોડું-થોડું દૂધ નાખીને ડો તૈયાર કરવો. ગોળ શેપ આપીને પ્રી-હીટેડ અવનમાં ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર ૧૦-૧૫ મિનિટ રાખવું. બદામની જગ્યા પર તમે ચૉકલેટ ચિપ્સ, ટુટીફ્રૂટી અથવા સેવન સીડ્સ પણ નાખી શકો. તમારી કુકીઝ રેડી.

- પ્રીતિ પોલડિયા

(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)

food news Gujarati food mumbai food indian food street food life and style lifestyle news columnists