21 November, 2025 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીટ-રાજમા કટલેટ
સામગ્રી : રાજમા, બીટ, તલ-શિંગદાણા, લીલા ધાણા, લીલું મરચું, આદું, હળદર પાઉડર, આમચૂર પાઉડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, મીઠું, તેલ.
રીત : પ્રેશર કુકરમાં રાજમા-બીટ બાફીને પીસી નાખો. તલ અને શિંગદાણાને શેકીને ક્રશ કરી લો. રાજમા, બીટ અને તલ શિંગદાણાને મિક્સ કરીને એમાં બધા મસાલા નાખીને કટલેટ બનાવો. ઓછા તેલમાં તવા પર શેકો. લીલી ચટણી અને મિની ભાખરી સાથે પીરસો.
- નમિતા મિસ્ત્રી