10 December, 2025 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રીંગણ ટ્વિસ્ટ સબ્ઝી
રીત : કડાઈમાં ૨ ટીસ્પૂન તેલ ગરમ કરવું. ૧ ટીસ્પૂન જીરું, ૨ ટીસ્પૂન કલોંજી, ૨ ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ, ૧ રીંગણના મોટા કટકા નાખી પાંચથી ૭ મિનિટ ઢાંકીને રાંધવું. અડધો કપ ટમેટાના ટુકડા નાખી નરમ થાય ત્યાં સુધી રાંધવું. ૨ ટીસ્પૂન શેકેલું બેસન નાખી ૨ ટીસ્પૂન લીલા કાંદાનો લીલો અને સફેદ ભાગ, મીઠું, ૨ ટીસ્પૂન મરચું નાખી રાંધવું. ૧ ટીસ્પૂન લીલા મરચાંની રિંગ્સ, ૧ કપ ફેંટેલું દહીં નાખી ઊકળે ત્યારે અડધી ટીસ્પૂન લીંબુનો રસ નાખી ગૅસ બંધ કરવો. કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ રોટી-નાન-પરાઠા-કુલ્ચા સાથે સર્વ કરવું.
- દીપક શાહ (ગડા)
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)