આજની રેસિપી : નારિયેળ મખાના રાજભોગ

18 September, 2026 01:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો કઈ રીતે બનાવવાનો નારિયેળ મખાના રાજભોગ

નારિયેળ મખાના રાજભોગ

સામગ્રી : બે લીલાં નારિયેળનું ખમણ, ૫૦૦ ગ્રામ દૂધ, ૧/૨ વાટકી મખાના શેકીને બનાવેલો પાઉડર, ૧૦થી ૧૨ તાંતણા કેસરના, ૧/૨ ચમચી એલચી પાઉડર, ત્રણથી ૪ ચમચી મિલ્ક પાઉડર, ૨૦૦ ગ્રામ માવો, સાકર દોઢ વાટકી (તમને જોઈએ એ પ્રમાણે), સજાવટ માટે બદામ-કાજુ-પિસ્તાની કતરણ 

બનાવવાની રીત : નારિયેળનું ખમણ, દૂધ, માવો, મિલ્ક પાઉડરને મિક્સરમાં એકરસ કરી લેવાં. પછી ગૅસ ચાલુ કરી તાવડીમાં બે ચમચી ઘી મૂકીને મિશ્રણને શેકવું. એકદમ ઊકળવા આવે ત્યારે એમાં સાકર નાખીને હલાવવું. હળવું, લચકા પડતું થાય ત્યારે મખાના પાઉડર અને મિલ્ક પાઉડર નાખવો. એને એકસરખું ખૂબ હલાવવું. પછી બે ચમચી ઘી નાખીને એકદમ ઘટ્ટ થાય એટલે એલચી પાઉડર નાખવો. થાળીમાં ઘી લગાવીને એને ઠારવો. કાજુ-બદામ-પિસ્તાની કતરણ ભભરાવીને એને સજાવી લેવું. હેલ્થી અને સ્વાદિષ્ટ નારિયેળ મખાના રાજભોગ તૈયાર છે.

food news food and drink Gujarati food indian food life and style lifestyle news