05 October, 2026 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કર્ડ કુકમ્બર કોલ્ડ સૅન્ડવિચ
સામગ્રી : હંગ કર્ડ, ખમણેલી કાકડી, ચાટ મસાલો, કોથમીર, મરચાંની પેસ્ટ, બ્રેડની સ્લાઇસ
બનાવવાની રીત : દહીંને એક કપડામાં બાંધીને એનું પાણી નિતારી લેશો એટલે હંગ કર્ડ તૈયાર. કાકડીને ખમણીને એને નિચોવી લેવી. કર્ડ અને કાકડીનું છીણ મિક્સ કરીને એમાં ચાટ મસાલો, મરચાંની પેસ્ટ અને કોથમીર નાખવી. એને બે કલાક ફ્રિજમાં ઠંડું કરવા મૂકવું જેથી દહીં થિક રહે. હવે બ્રેડની કિનારીઓ કાપી લેવી. બે કલાક પછી બ્રેડની સ્લાઇસ પર તૈયાર કરેલું પૂરણ લગાવીને સૅન્ડવિચ તૈયાર કરવી. એને પણ પાછી ફ્રિજમાં ચિલ્ડ કરવા મૂકવી. એકદમ ચિલ્ડ થાય પછી કટ કરીને સર્વ કરવી.
- પુનિતા શેઠ