13 July, 2026 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂકા નારિયેળનો મેસુબ
સામગ્રી : ૧ વાટકો ઘી, ૧ વાટકો સૂકા કોપરાનો ભૂકો, ૧ વાટકો સાકર, ૧ વાટકો મલાઈ, પા ચમચી એલચીનો ભૂકો, ગ્રીસ કરેલી થાળી કે ચોકી, કાજુ, બદામ, રાઉન્ડ મૉલ્ડ
રીત : એક કડાઈમાં ધીમા તાપે ઘી ગરમ કરવા મૂકવું. બીજી કડાઈમાં મલાઈ, સાકર અને સૂકા કોપરાનો ભૂકો નાખીને મિક્સ કરી લેવું. પછી એને ગૅસ પર મૂકીને ધીમા તાપે હલાવતા રહેવું. મલાઈ ઓગળશે એટલે મિશ્રણ ઢીલું થઈ જશે. ત્યારે એલચી નાખી દેવી અને એક જ ડિરેક્શનમાં મિશ્રણને હલાવતા રહેવું. મિશ્રણનો થોડો કલર ચેન્જ થાય એટલે ગરમ ઘી એક-એક ચમચો ઍડ કરતા જવું. ગરમ ઘી ઍડ કરવાથી મિશ્રણમાં સરસ જાળી પડશે અને ફૂલી જશે. મિશ્રણ ફૂલી જાય એટલે ગ્રીસ કરેલી થાળીમાં રાઉન્ડ મૉલ્ડ મૂકીને એમાં નાખી દેવું. એને કાજુ, બદામથી ગાર્નિશ કરવું. ઠંડું થાય પછી એને કેકની જેમ કટ કરીને સર્વ કરવું.