આજની રેસિપી: ગુલકંદ ઘૂઘરા

27 October, 2025 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો ગુલકંદ ઘૂઘરા બનાવતા

ગુલકંદ ઘૂઘરા

સામગ્રી : ૨૫૦ ગ્રામ રવો, ૨૫૦ ગ્રામ ઘી, ૧ કપ કોપરાનું ખમણ, ૨૫૦ ગ્રામ ૧ મોટો બાઉલ ગુલકંદ, કાજુ-બદામ ૧ બાઉલ ચૉપ કરેલા નટ્સ, ૧ ચમચી ઇલાયચી પાઉડર.

લોટ બાંધવા માટે : ૨૫૦ ગ્રામ મેંદો, મોણ માટે બેથી ૩ ચમચી ઘી, ૨ કપ દૂધ.

રીત : લોટ બાંધવામાં મેંદો લઈ એને ચાળણીથી ચાળી. એમાં મોણ ઍડ કરી બરાબર મિક્સ કરી લોટમાં થોડું-થોડું સતત કરેલુ દૂધ ઍડ કરી લોટ થોડો કઠણ (પરોઠા) જેવો લોટ બાંધી એને ૧૫-૨૦ મિનિટ રેસ્ટ આપો.

ફિલિંગ બનાવવા : ૨ ચમચી ઘીને ગરમ કરી એમાં સ્લો ફ્લેમ પર કડાઈમાં રવો નાખી (રવો ઝીણો) ૧૦-૧૫ મિનિટ શેકી ગૅસ બંધ કરી થોડું ઠંડું થાય પછી એમાં કોપરાનું ખમણ, ગુલકંદ, ઇલાયચી આ બધી વસ્તુ, નટ્સ નાખી મિક્સ કરી તૈયાર કરી સાઇડમાં રાખી દો. આપણે ગુલકંદ ઍડ કર્યું છે એટલે સાકર અવૉઇડ કરી છે એટલે શુગરલેસ કહી શકાય.

ઍસેમ્બલિંગ માટે : બાંધેલા લોટમાંથી બરાબર કૂણવીને એમાંથી નાના લૂઆ કરી બે-બે પૂરી વણી બાકીનાને ભીના કપડાથી ઢાંકી દેવા અને પૂરીની વચ્ચે બનાવેલું પૂરણ મૂકી એને બધી બાજુથી બંધ કરી ઘૂઘરા વાળી બરાબર શેપ આપી હાથેથી ઝીણી ડોગરી વાળી ગરમ કરેલા ઘીમાં આ ઘૂઘરા સ્લો ફ્લેમ પર ગુલાબી થાય એટલા તળી બહાર કાઢી થોડા ઠંડા કરી ઍરટાઇટ કન્ટેનરમાં ભરી શુગરલેસ ઘૂઘરાની મજા માણો. આ ઘૂઘરા આપણે દૂધમાં બનાવ્યા હોવાથી ઠાકોરજીને ભોગ લગાવી પ્રસાદમાં પણ લઈ શકાય છે. ઓછા ખર્ચામાં સારી અને યુનિક રેસિપી.

- નીતિ લાઠિયા

(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે)

food and drink food news street food mumbai food Gujarati food indian food columnists life and style