02 December, 2025 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હોમમેડ એલપિનો
સામગ્રી : લાંબાં મરચાં ચારથી પાંચ, વિનેગર અડધો કપ, સાકર એક ટેબલસ્પૂન, મીઠું હાફ ટેબલસ્પૂન, પાણી અડધો કપ, ઓરેગાનો એક ટેબલસ્પૂન, લસણ ૩ કળી (નાખવું હોય તો)
રીત : સૌપ્રથમ એક પૅનમાં અડધો કપ વિનેગર નાખવું, પાણી નાખવું, મીઠું, સાકર, ઓરેગાનો બધું નાખવું (લસણ ઍડ કરવું હોય તો થોડું ક્રશ કરીને ઍડ કરવું). બેથી ૩ મિનિટ આ પાણી ઉકાળવું. મરચાંને રિંગ શેપમાં કટ કરવાં. એને ઊકળતા પાણીમાં ચારથી પાંચ મિનિટ કલર ચેન્જ થાય ત્યાં સુધી ઉકાળવાં. પછી ગૅસ બંધ કરીને રૂમ-ટેમ્પરેચર સુધી બાઉલમાં જ રાખવું. ઠંડું થઈ જાય એટલે કાચની બૉટલમાં ભરવું. વિનેગરના પાણી સાથે મરચાં ડૂબે એટલું બૉટલમાં પાણી નાખવું. નહીં તો ફંગસ લાગશે. એને ફ્રિજમાં રાખવું. ૩ મહિના ચાલશે.
- પુનિતા શેઠ
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે)