13 November, 2025 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુકરમાં ખાંડવી
સામગ્રી : ૧ કાપેલી વાટકી ચણાનો લોટ, પોણાચાર કપ છાશ (ઠંડી ન હોવી જોઈએ), મીઠું સ્વાદ અનુસાર, ૧/૨ ચમચી હળદર, ૧ ચપટી હિંગ
રીત : ઉપરની બધી સામગ્રી મિક્સ કરીને બધું ફેરવી લેવું, પછી કુકરમાં તપેલીમાં મૂકીને પાંચ-છ સીટી વગાડવી (દાળ-ભાતમાં વગાડીએ એટલી). કુકર ખૂલે એટલે હલાવીને થાળીઓમાં અંદર અને પછી બહાર એમ પાતળું પાથરવું અને ઠંડું થાય પછી કાપા પાડીને રોલ કરવા. પછી તેલમાં રાઈ અને તલનો વઘાર કરવો. એના પર લાલ મરચું અને કોથમીરથી ડેકોરેશન કરવું.
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)