આજની રેસિપી: કોપરા કાજુ સૅન્ડવિચ

26 June, 2026 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો કોપરા કાજુ સૅન્ડવિચ

કોપરા કાજુ સૅન્ડવિચ

સામગ્રી : એક નંગ લીલા નારિયેળનું છીણ (બે વાટકી છીણ બનશે), એક નાની વાટકી કાજુનો પાઉડર,  મિલ્ક પાઉડર એક વાટકી, ઘી એક ટેબલસ્પૂન, પિસ્તા-બદામની કતરણ બે ચમચી, મલાઈ, પનીર ૧૦૦ ગ્રામ, સાકર એક વાટકી

બનાવવાની રીત : સૌથી પહેલાં એક કડાઈમાં ઘી મૂકીને કોપરાના છીણને શેકી લેવું. એ દરમ્યાન સતત હલાવતા રહેવું. એ પછી એમાં મલાઈ અને સાકર નાખીને સાકર ઓગળે ત્યાં સુધી હલાવવું. એ પછી કાજુ પાઉડર અને મિલ્ક પાઉડર નાખીને બરાબર મિક્સ કરી લેવું. જ્યારે મિશ્રણ કડાઈને છોડવા લાગે અને ઘી દેખાવા લાગે ત્યારે ઘી લગાવેલી થાળીમાં અડધું મિશ્રણ બરાબર ફેલાવીને પાથરી લેવું. એ પછી પનીરને મસળીને સ્મૂધ બનાવીને હાથથી રોટલાની જેમ થેપીને મિશ્રણની ઉપર ફેલાવી દેવું. એ પછી બાકીનું મિશ્રણ પનીરના લેયર પર ઠાલવીને પાથરી દેવું. ઉપરથી બદામ, પિસ્તાની કતરણ સજાવીને ઠંડું થવા દો. ઠંડું થાય એટલે કટ કરો.

નોંધ : પનીરના લેયરને હાઇલાઇટ કરવું હોય તો કેસર નાખીને મસળવું. એનાથી અંદરનું લેયર ઑરેન્જ દેખાશે. 

food and drink food news Gujarati food indian food mumbai food life and style lifestyle news columnists