આજની રેસિપી: કચ્છી કડક

20 March, 2026 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખોઃ કચ્છી કડક

કચ્છી કડક

સામગ્રી : ૧ પૅકેટ મોળા ટોસ્ટ, ૫૦૦ ગ્રામ બાફેલા બટાટા, ૪ ચમચી દાબેલી મસાલો, ૫ ચમચી તેલ, લસણની ચટણી, મસાલા શિંગ, ૧ ડુંગળી ઝીણી સમારેલી, ૧ ટમેટું ઝીણું સમારેલું, ૨ ચમચી ખજૂર-આંબલીની ચટણી, ઉપરથી સર્વ કરવા માટે દાડમના દાણા, ઝીણી સેવ, કોથમીર, ૧ ચમચો તેલ, ૧ બાફેલા બટાટાનો માવો, ૧ મોટી ચમચી દાબેલી મસાલો.

રીત : સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. હવે એક વાટકીમાં દાબેલી મસાલો લઈ એમાં થોડા ઘરના મસાલા લાલ મરચું, હળદર, ધાણાજીરું મિક્સ કરવું. થોડું પાણી ઉમેરી ઢીલું કરવું. હવે તેલ ગરમ થાય એટલે એમાં દાબેલીના મસાલામાં જે ઘરના મસાલા મિક્સ કર્યા છે એ તેલમાં ઉમેરવું. સરખું સંતળાઈ જાય પછી બાફેલા બટાટા અધકચરા મૅશ કરેલા ઉમેરી થોડી વાર સરખું શેકી લેવું. હવે રસો બનાવવા માટે એક બીજી તપેલીમાં પાણી ગરમ મૂકવું. ગરમ થઈ જાય પછી બટાટામાં ઉમેરવું. હવે થોડી વાર ઊકળવા મૂકવું. એક પ્લેટમાં ટોસ્ટના ટુકડા હાથથી તોડવા. એના પર બનાવેલો કડકનો રસો ઉમેરવો. પછી એમાં ડુંગળી, ટમેટાં, મસાલા શિંગ, લસણની ચટણી ઉમેરવી. ઉપર કોથમીર અને દાડમના દાણા અને ઝીણી સેવ ઉમેરી થોડું ગરમ હોય ત્યારે જ પીરસવું. તૈયાર છે કચ્છ ફેમસ કચ્છી કડક.

food news Gujarati food indian food mumbai food life and style lifestyle news columnists