✕

આજની રેસિપી : મગની દાળના ઊલટાં ઢોકળાં રોલ

01 October, 2026 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામગ્રી : ૧/૨ વાટકી મગની દાળ, આદું-મરચાંની પેસ્ટ ૧/૨ ચમચી, ૧/૪ ચમચી હિંગ, ૧/૪ ચમચી હળદર, લીલા કોપરાનું છીણ, કોથમીર, ચપટી સોડા

મગની દાળના ઊલટાં ઢોકળાં રોલ

સામગ્રી : ૧/૨ વાટકી મગની દાળ, આદું-મરચાંની પેસ્ટ ૧/૨ ચમચી, ૧/૪ ચમચી હિંગ, ૧/૪ ચમચી હળદર, લીલા કોપરાનું છીણ, કોથમીર, ચપટી સોડા
વઘાર માટે : તેલ, રાઈ, હિંગ, તલ
રીત : મગની દાળને બે કલાક પલાળવી અને પછી પીસી લેવી. ખીરામાં મસાલો નાખીને બરાબર હલાવવું. પછી સોડા પર ચમચી પાણી નાખીને હલાવવું. એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવું. છીબાને તેલ લગાવીને ચમચાથી ખીરું પાથરવું. છીબાને ઊલટું મૂકીને સ્ટીમ કરવું. પાંચ મિનિટ પછી ઉતારી લેવું. આમ પાંચથી ૬ થાળી ઊતરશે. પાતળાં ઢોકળાંની લેયરમાં કોપરા અને કોથમીર એના પર પાથરીને રોલ વાળવા. એને કટ કરીને એના પર રાઈ-હિંગ અને તલનો વઘાર કરવો. એના પર કોથમીર અને કોપરાથી સજાવવું. મગની દાળનાં હેલ્ધી અને ડાયટ ઊલટાં ઢોકળાં રોલ તૈયાર.

- રાગિણી ગાંધી

food and drink food news Gujarati food indian food