આજની રેસિપી: મૅન્ગો બ્રેડ રસમલાઈ

08 May, 2026 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામગ્રી : ૮ નંગ બ્રેડની સ્લાઇસ, ૨ મોટા ચમચા નાના ટુકડા કાપેલી આફૂસ કેરી.

મૅન્ગો બ્રેડ રસમલાઈ

સામગ્રી : ૮ નંગ બ્રેડની સ્લાઇસ, ૨ મોટા ચમચા નાના ટુકડા કાપેલી આફૂસ કેરી.

રસ માટે : અઢી કપ દૂધ, ૨ ચમચા કસ્ટર્ડ પાઉડર, ૧/૪ કપ સાકર, ૧/૪ ચમચી એલચી પાઉડર, ચપટી કેસર, ૧ કપ આફૂસ કેરીનો પલ્પ 

મલાઈ મિક્સર માટે : ૧/૪ કપ મલાઈ/ફ્રેશ ક્રીમ, ૧/૨ કપ મિલ્ક પાઉડર, ૩ મોટા ચમચા બૂરુ સાકર, ૧/૨ કપ કાપેલી કેરી

બનાવવાની રીત : કસ્ટર્ડ પાઉડરમાં ૧/૨ કપ દૂધ મિક્સ કરો. હવે બાકીના દૂધમાં આ કસ્ટર્ડવાળું દૂધ, સાકર, એલચી, કેસર નાખીને પાંચ મિનિટ ધીમા તાપે સતત હલાવતા ગરમ કરો. ઘટ્ટ થાય એટલે ગૅસ બંધ કરો. ઠંડું થાય એટલે એમાં કેરીનો પલ્પ મિક્સ કરો. મલાઈમાં મિલ્ક પાઉડર, બૂરુ સાકર અને કાપેલી કેરી નાખીને મિક્સ કરો. કટરથી બ્રેડને ગોળ આકારમાં કાપો. એક મોટો ચમચો મલાઈ મિક્સર એના પર લગાડો અને બીજી ગોળ બ્રેડ સ્લાઇસ ઉપર દબાવીને સૅન્ડવિચ બનાવો. આવી રીતે બીજી સૅન્ડવિચ પણ તૈયાર કરો. સર્વિંગ પ્લેટમાં નીચે રસ પાથરો. એના પર સૅન્ડવિચ ગોઠવીને એના પર પણ રસ પાથરો. એને કાપેલી કેરીથી ગાર્નિશ કરો. એક કલાક માટે ફ્રિજમાં ઠંડું કરીને મૅન્ગોનું ટેસ્ટી ડિઝર્ટ સર્વ કરો.

food and drink food news Gujarati food indian food columnists exclusive gujarati mid day