આજની રેસિપી: મૅન્ગો કોકોનટ બરફી

28 May, 2026 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો મૅન્ગો કોકોનટ બરફી

મૅન્ગો કોકોનટ બરફી

સામગ્રી : ૨ નંગ પાકેલી મીઠી આફૂસ કેરી, ૨ મોટા ચમચા ઘી, ૧ કપ ફ્રેશ ખમણેલું કોકોનટ, ૧/૨ કપ દૂધ, ૧૦૦ ગ્રામ મોળો માવો, ૩/૪ કપ સાકર, ૧/૨ ચમચી એલચી પાઉડર, ૩/૪ કપ મિલ્ક પાઉડર, ૩ મોટા ચમચા કાજુ

બનાવવાની રીત : આફૂસ કેરીને ધોઈને, છાલ કાઢીને, ગર કાઢીને મિક્સરમાં પલ્પ કરો. નૉન-સ્ટિક પૅનમાં એક મોટો ચમચો ઘી નાખીને કોકોનટને ૩ મિનિટ શેકો. હવે એમાં દૂધ અને ખમણેલો માવો ઉમેરીને એ પીગળે એટલે સાકર અને એલચી નાખો. એમાં એક કપ મૅન્ગો પલ્પ ઉમેરીને ૩ મિનિટ ધીમી આંચ પર હલાવતા રહો. પછી મિલ્ક પાઉડર નાખો. આ મિશ્રણને ૧૦ મિનિટ માટે ગૅસની લો ફ્લેમ પર સતત હલાવતા રહો. મિશ્રણ સાઇડ છોડે અને ગોળાની જેમ ફરે એટલે એમાં બે ચમચી ઘી નાખીને ગૅસ બંધ કરો. ઘી લગાડેલી ટ્રેમાં આ મિશ્રણને સપાટ કરીને એક લેવલમાં સેટ કરો. એને ૩ કલાક ઠંડું થવા દો અને પછી ટુકડા કરો. એને કાજુથી ગાર્નિશ કરો. મૅન્ગો બરફીને માણો.

food and drink food news mumbai food Gujarati food indian food life and style lifestyle news columnists