આજની રેસિપી: મેક્સિકન ઢોકળાં

20 May, 2026 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામગ્રી : ૧ કપ રવો, બાફેલા કૉર્ન, મીઠું, ૧ ચમચી ઇનો, ૩થી ૪ ચમચી પીઝા અને પાસ્તા સૉસ, ચિલી ફલેક્સ, ઓરેગાનો અને રેડ, ગ્રીન, યલો કૅપ્સિકમ

મેક્સિકન ઢોકળાં

સામગ્રી : ૧ કપ રવો, બાફેલા કૉર્ન, મીઠું, ૧ ચમચી ઇનો, ૩થી ૪ ચમચી પીઝા અને પાસ્તા સૉસ, ચિલી ફલેક્સ, ઓરેગાનો અને રેડ, ગ્રીન, યલો કૅપ્સિકમ

રીત : રવાને પાણી નાખીને દસથી ૧૫ મિનિટ પલાળી દેવો. એક કડાઈમાં પાણી બૉઇલ કરવા મૂકી દેવું. બીજી એક કડાઈમાં થોડું તેલ મૂકીને ૩ કલરનાં કૅપ્સિકમ અને બાફેલા કોર્ન સાંતળી લેવા. એ સાંતળીને રવામાં ઍડ કરવું. મીઠું, ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, પીઝા અને પાસ્તા સૉસ અને ઇનો નાખીને મિક્સ કરવું અને ઢોકળાંની થાળી  મૂકવી. એને દસથી ૧૨ મિનિટ સ્ટીમ કરવી. ઠંડી થયા પછી પીસ કરીને સર્વ કરવું.

- પુનિતા શેઠ

food and drink Gujarati food indian food life and style lifestyle news