✕

આજની રેસિપી: મેક્સિકન ખીચું

09 October, 2026 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો મેક્સિકન ખીચું

મેક્સિકન ખીચું

સામગી : અડધી વાટકી મકાઈનો લોટ; એક વાટકી રેડ કૅપ્સિકમ, ગ્રીન કૅપ્સિકમ, કૉર્ન, ગાજર બધું ઝીણું સમારેલું; ૧ ચીઝ ક્યુબ; ૨ ચમચી તેલ; ૧ ચમચી બટર; ચપટી પાપડખાર; પા ચમચી ચિલી ફ્લેક્સ; પા ચમચી ઑરેગૅનો; મીઠું સ્વાદ અનુસાર; સવા વાટકી પાણી.

બનાવવાની રીત : એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરવું. એ ગરમ થાય એટલે એમાં સમારેલાં શાકભાજી સાંતળવાં. ત્યાર બાદ એમાં પાણી નાખવું અને ચિલી ફ્લેક્સ, ઑરેગૅનો, ચપટી પાપડખાર નાખીને બરાબર ઊકળવા દેવું. ઊકળે એટલે એમાં લોટ નાખીને બરાબર હલાવતા રહેવું. પાણી શોષાઈ જાય પછી મીઠું અને ચીઝ નાખવું. બરાબર મિક્સ થઈ જાય એટલે ગૅસ બંધ કરીને ઢાંકી દેવું. એને બાઉલમાં ભરીને પ્લેટમાં અનમૉલ્ડ કરવું. કૉર્નના દાણા, કૅપ્સિકમ અને ચિલી ફ્લેક્સથી એને સજાવવું. તૈયાર છે હેલ્ધી અને સ્વાદિષ્ટ મેક્સિકન ખીચું.

food news food and drink street food Gujarati food mumbai food indian food life and style lifestyle news columnists