12 June, 2026 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિન્ટ ફેનલ લસ્સી
સામગ્રી : બે કપ મોળું દહીં, ૧૫થી ૨૦ ફુદીનાનાં પાન, બેથી ત્રણ ચમચી વરિયાળીનો ભૂકો, બેથી ત્રણ ચમચી કાતરેલો ગોળ, ગાર્નિશિંગ માટે ગુલાબની પાંદડી, બરફ.
બનાવવાની રીત : વરિયાળીનો ભૂકો, ફુદીનો, દહીં અને ગોળ અને બરફને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવું, પછી ગળણીથી ગળી લેવું. એમાં થોડુંક ઠંડું પાણી નાખવું. સાવ છાશ જેટલું પાતળું ન કરવું. થોડુંક ઘટ્ટ રાખવું, થોડી વાર ફ્રિજમાં ચિલ્ડ કરવા મૂકી દેવું. ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરીને સર્વ કરવું.
તમારું સમર રિફ્રેશિંગ ડ્રિન્ક તૈયાર છે.