03 July, 2026 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૉનેકો બાઇટ્સ
સામગ્રી : ૨ બાફેલા બટાટા, ૧ ગાજર, ૧ ટમૅટો, ૧/૨ કૅપ્સિકમ,૧ કાંદો, ૩-૪ કળી લસણ, ૨ ગ્રીન મરચાં, કોથમીર, મીઠું, ૧/૪ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી ધાણાજીરું પાઉડર, ૧/૪ ચમચી ચાટ મસાલો, ૧ ચમચી ટમૅટો કેચપ, ૨ ચમચી તેલ
બનાવવાની રીત : બટાટા સિવાય બધું ઝીણું સમારવું. બાફેલા બટાટા સ્મૅશ કરવા. તેલ ગરમ કરવા મૂકવું. એમાં લસણ-કાંદા નાખીને સાંતળવું. પછી બધાં ઝીણાં સમારેલાં શાક સાંતળવાં અને બટાટાને સ્મૅશ કરીને એમાં મિક્સ કરવા. એમાં પા ચમચી ચિલી ફ્લેક્સ, પા ચમચી ઑરેગૅનો તથા ચીઝ છીણીને મસાલા સાથે બરાબર મિક્સ કરવું. પૂરણ તૈયાર થઈ ગયું. હવે એક મૉનેકો બિસ્કિટ પર બરાબર બિસ્કિટ્સ જેટલું પૂરણ મૂકીને એના પર બીજું બિસ્કિટ મૂકવું. આવી રીતે બિસ્કિટ તૈયાર કરી ઝીણી સેવમાં એની કિનારી ગોળ-ગોળ ફેરવવી. હવે બિસ્કિટ પર ખમણેલું ચીઝ સજાવવું. ખાવામાં એ ક્રિસ્પી, સૉફ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે.
- રાગિણી ગાંધી