25 November, 2025 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાચણીના લાડુ
સામગ્રી : ૧ વાટકી નાચણીનો લોટ, ૧/૨ વાટકી ખજૂર, ૧/૪ વટકી ઘી, ૧/૪ વાટકી ડ્રાયફ્રૂટનો ભૂકો
રીત : સૌથી પહેલાં નાચણીના લોટને સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવો. મિક્સરમાં ખજૂરને વાટી લેવા પછી લોટમાં ખજૂર ડ્રાયફ્રૂટનો ભૂકો અને ઘી નાખી બરાબર મિક્સ કરી લાડુ બનાવવા.
- દીપ્તિ શાહ
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)