આજની રેસિપી: ઓટ્સ મખાણા લાડુ

16 July, 2026 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો ઓટ્સ મખાણા લાડુ

ઓટ્સ મખાણા લાડુ

સામગ્રી : રોલ્ડ ઓટ્સ ૧ કપ, કાચા સિંગદાણા ૧/૨ કપ, મખાણા ૧ કપ, ગોળ ૩/૪ કપ, એલચી પાઉડર ૧/૨ ચમચી, પાણી ૧/૪ કપ, તલ ૧ ચમચો

બનાવવાની રીત : એક પૅનમાં ઓટ્સને ૩ મિનિટ માટે શેકો. ઠંડું થાય એટલે મિક્સરમાં પાઉડર કરો. સિંગદાણાને ૧૦ મિનિટ માટે શેકીને ફોતરાં કાઢો અને ઠંડા થાય એટલે કરકરા પીસો. હવે મખાણાને પાંચ મિનિટ માટે ધીમા તાપે શેકો અને ઠંડા થાય એટલે કરકરું પીસો. હવે ત્રણે પાઉડર મિક્સ કરો અને એમાં એલચી પાઉડર ઉમેરો. ગોળમાં ૧/૪ કપ પાણી નાખીને ધીમા તાપે એક તારની ચાસણી થાય ત્યાં સુધી ગરમ કરો. હવે આ ચાસણીને મિક્સ કરેલા બધા પાઉડરમાં ઉમેરો અને હાથ પર ઘી લગાડીને લાડુ વાળો. એને તલથી સજાવો. પ્રોટીન અને ફાઇબર-રિચ પૌષ્ટિક લાડુ તૈયાર છે.

food and drink food news indian food mumbai food Gujarati food street food life and style lifestyle news columnists