આજની રેસિપી: પિનાકોલાડા

11 May, 2026 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામગ્રી : ૧ નાનો બાઉલ ફ્રેશ પાઇનૅપલના પીસ, નાનો બાઉલ ફ્રેશ નારિયેળના પીસ કટ કરેલા, ફ્રેશ નારિયેળનું દૂધ અડધો કપ, એક કપ પાઇનૅપલનો જૂસ, એક કપ વૅનિલા આઇસક્રીમ, ક્રશ કરેલા આઇસ ક્યુબ 

પિનાકોલાડા

સામગ્રી : ૧ નાનો બાઉલ ફ્રેશ પાઇનૅપલના પીસ, નાનો બાઉલ ફ્રેશ નારિયેળના પીસ કટ કરેલા, ફ્રેશ નારિયેળનું દૂધ અડધો કપ, એક કપ પાઇનૅપલનો જૂસ, એક કપ વૅનિલા આઇસક્રીમ, ક્રશ કરેલા આઇસ ક્યુબ 

બનાવવાની રીત : સૌપ્રથમ મિક્સરના જારમાં કટ કરેલાં પાઇનૅપલ, નારિયેળના ટુકડા, નારિયેળનું દૂધ, પાઇનૅપલનો જૂસ ઉમેરી બધું મિક્સ કરીને ચર્ન કરી લેવું. હવે એમાં આઇસક્રીમ અને આઇસ ક્યુબ ઉમેરીને ચર્ન કરી લો. એક ગ્લાસ લઈ એમાં પાઇનૅપલના પીસ ઉમેરી ઉપર પિનાકોલાડા મૉકટેલ રેડી ગ્લાસ પર પાઇનૅપલની સ્લાઇસ અને ચેરીથી ગાર્નિશ કરીને સર્વ કરો. તૈયાર છે ગરમીમાં ઠંડક આપે એવું પિનાકોલાડા.

- નેહા ઠક્કર

food and drink food news Gujarati food lifestyle news life and style