03 April, 2026 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દાડમ શિકંજી
સામગ્રી : અડધું દાડમ, છ પાન ફુદીનાનાં, એક ચમચી સાકર, ત્રણ આઇસ ક્યુબ, એક ચમચી લીંબુનો રસ, ચપટી મરીનો ભૂકો, ઠંડું પાણી જરૂર મુજબ.
શિકંજી મસાલા માટે : ૧ ચમચી સંચળ, અડધી ચમચી શેકેલું જીરું પાઉડર, પા ચમચી ચાટ મસાલો, અડધી ચમચી વરિયાળી પાઉડર, મીઠું સ્વાદ અનુસાર.
રીત : સંચળ, ચાટ મસાલો, શેકેલું જીરું પાઉડર, વરિયાળી પાઉડર અને સૉલ્ટ મિક્સ કરીને શિકંજી મસાલો પહેલાં બનાવી લો. હવે એક ગ્લાસમાં દાડમના દાણા, ફુદીનો, મરીને દસ્તાથી અધકચરાં કરી લો. એમાં આઇસ ક્યુબ્સ, લીંબુ અને ઠંડું પાણી અને શિકંજી મસાલો મિક્સ કરો. ઉપર ફુદીનાનું પાન મૂકી ગ્લાસ પર લીંબુની સ્લાઇસ ભરાવી સર્વ કરો.
ટિપ્સ: અધકચરું કરો ત્યારે સ્ટીલના ગ્લાસમાં કરી પછી કાચના ગ્લાસમાં ભરીને સર્વ કરો.