આજની રેસિપી: રજવાડી કેરી ઢોકળાં

22 May, 2026 02:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામગ્રી : અડધી વાટકી રવો, અડધી વાટકી ચણાનો લોટ, ૧ આફૂસ કેરીનો રસ, અડધી વાટકી દહીં, મીઠું સ્વાદ અનુસાર, પા ચમચી હળદર, ૧ ચમચી તેલ, ૧ ઇનોનું પાઉચ

રજવાડી કેરી ઢોકળાં

સામગ્રી : અડધી વાટકી રવો, અડધી વાટકી ચણાનો લોટ, ૧ આફૂસ કેરીનો રસ, અડધી વાટકી દહીં, મીઠું સ્વાદ અનુસાર, પા ચમચી હળદર, ૧ ચમચી તેલ, ૧ ઇનોનું પાઉચ 

રીત : બન્ને લોટ, કેરીનો રસ, દહીં અને મસાલાને મિક્સરમાં ચર્ન કરી લો. પછી એમાં એક ચમચી તેલ નાખો. બીજી તરફ ઢોકળિયાને સ્ટીમ કરવા મૂકવું. ગોળ મૉલ્ડમાં તેલ લગાવીને સ્ટીમ કરવા મૂકવાં. હવે અડધા ખીરામાં અડધું પૅકેટ ઇનો નાખી એક બાજુ હલાવવું અને મોલ્ડમાં ખીરું મૂકવું. ૨૦ મિનિટ પછી મૉલ્ડ કાઢી લેવાં. ઠંડાં થાય ત્યારે ઢોકળાં મોલ્ડમાંથી કાઢવાં. રજવાડી કેરી ઢોકળાં તૈયાર. એને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

food and drink food news Gujarati food indian food gujarati mid day