25 March, 2026 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુગરકેન જૂસ વિધાઉટ શુગરકેન, કેસર પીયૂષ
સામગ્રી : પોણો કપ બારીક સુધારેલો ગોળ, એક લીંબુનો રસ, સંચળ પાઉડર, ચાટ મસાલા, આદુંનો ટુકડો, એક કપ ફુદીનાનાં પાન, બે કપ આઇસ ક્યુબ અથવા ચીલ્ડ વૉટર.
રીત : મિક્સરના જારમાં ગોળ, લીંબુનો રસ, સંચળ પાઉડર, ચાટ મસાલા, આદુંનો ટુકડો, ફુદીનાનાં પાન અને આઇસ ક્યુબ અથવા ચીલ્ડ વૉટર નાખીને ચર્ન કરી લેવું. એને ગ્લાસમાં રેડીને એના પર થોડો ચાટ મસાલો ભભરાવવો. રેડી છે ગરમીમાં શેરડી વિના શેરડીનો રસ.
સામગ્રી : દહીં અડધો કપ, કેસરવાળું દૂધ અડધો કપ, સાકર બે ચમચી, કેસર શ્રીખંડ અડધો કપ, ડ્રાયફ્રૂટ્સ (બદામ, પિસ્તા, કાજુ) જરૂર મુજબ, એલચી અને જાયફળનો પાઉડર ચપટી, રોઝ પેટલ્સ.
રીત : દૂધમાં થોડી વાર કેસર પલાળી રાખવું. મિક્સિંગ બાઉલમાં કેસર શ્રીખંડ, દહીં, કેસરવાળું દૂધ, સાકર બધું નાખીને એકરસ કરી લેવું. પછી એમાં કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા નાખીને મિક્સ કરવા (લસ્સી જેવી થિકનેસ રાખવી). એને ગ્લાસમાં ભરીને બદામ, પિસ્તા અને રોઝ પેટલ્સથી ગાર્નિશ કરવું. એના પર એલચી અને જાયફળનો પાઉડર નાખીને સર્વ કરવું.