26 May, 2026 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમર સ્પેશ્યલ મૅન્ગો મોઇતો
સામગ્રી : ૧ કપ કેરીનો પલ્પ (કોઈ પણ મીઠી કેરી ચાલશે), બે ટેબલસ્પૂન લીંબુનો રસ, બેથી ૩ ટેબલસ્પૂન શુગર સિરપ અથવા પીસેલી સાકર, બેથી ૩ ટેબલસ્પૂન તકમરિયાં, ૧ ગ્લાસ ઠંડી સોડા, ચારથી પાંચ આઇસ ક્યુબ, થોડાં ફુદીનાનાં પાન, કેરીના નાના પીસ ડેકોરેશન માટે
બનાવવાની રીત : સૌપ્રથમ તકમરિયાંને ૧૦ મિનિટ પાણીમાં પલાળી રાખો. મિક્સરના જારમાં કેરીનો પલ્પ, લીંબુનો રસ, શુગર સિરપ અને આઇસ ક્યુબ નાખીને ચારથી પાંચ મિનિટ સુધી સારી રીતે બ્લેન્ડ કરી લો. સર્વિંગ ગ્લાસને થોડો સમય ફ્રીઝરમાં રાખીને ઠંડો કરી લો. હવે ગ્લાસમાં પલાળેલાં તકમરિયાં ઉમેરો. ત્યાર બાદ તૈયાર કરેલું મૅન્ગોનું મિશ્રણ ગ્લાસમાં રેડો. ઉપરથી ઠંડી સોડા ઍડ કરીને હળવેથી મિક્સ કરો. ફુદીનાનાં પાન અને કેરીના ટુકડાથી સુંદર ડેકોરેશન કરો. એકદમ ઠંડું, ટેસ્ટી અને સમર સ્પેશ્યલ મૅન્ગો મોઇતો તૈયાર. ગરમીમાં ઠંડક અને તાજગી આપતું આ ડ્રિન્ક બધાને ખૂબ જ પસંદ આવશે.
સર્વિંગ ટિપ : સોડા ઉમેર્યા પછી તરત જ સર્વ કરો જેથી એનો ફિઝી અને રિફ્રેશિંગ ટેસ્ટ જળવાઈ રહે.