27 May, 2026 02:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્વીટ કૉર્ન મેથી ઢોકળાં
સામગ્રી : રવો એક કપ, મેથી અડધો કપ, સ્વીટ કૉર્ન અડધો કપ, આદું-મરચાંની પેસ્ટ, ચપટી હળદર, પોણો કપ ખાટું દહીં (જરૂર પડે તો વધારે-ઓછું કરી લેવું), મીઠું, એક ચમચી ઇનો, તેલ.
રીત : રવામાં દહીં નાખીને ૧૫ મિનિટ રેસ્ટ આપવો. પછી એમાં કૉર્ન, મેથી, મીઠું, આદું-મરચાંની પેસ્ટ, હળદર બધું નાખીને બેટર રેડી કરવું. કડાઈમાં ઢોકળાં માટે તેલ લગાડેલી થાળી ગરમ કરવા મૂકવી. રવાના બેટરમાં ઇનો નાખીને સરખું મિક્સ કરવું. થાળીમાં બેટર નાખીને બારથી ૧૫ મિનિટ સ્ટીમ કરવું. પછી ઉતારી પીસ કરીને સર્વ કરવું.