આજની રેસિપી: ટ્રાયેન્ગ્યુલર ટકાટક

04 March, 2026 01:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો ટ્રાયેન્ગ્યુલર ટકાટક

ટ્રાયેન્ગ્યુલર ટકાટક

સામગ્રી : બ્રેડનું નાનું પૅકેટ, ૧ વાટકો ચણાની દાળ, કાંદા, ગ્રીન કૅપ્સિકમ, કોબી, ગાજર, કોથમીર, મીઠું, આમચૂર, આદું-મરચાંની પેસ્ટ, તલ, તળવા માટે તેલ.

રીત: ચણાની દાળ ૭થી ૮ કલાક પલાળીને અધકચરી મિક્સરમાં પીસી લેવી (પાણી વિના જ પીસી લેવી). એમાં મીઠું, આમચૂર પાઉડર, કોથમીર, આદું-મરચાંની પેસ્ટ, કાંદા, કૅપ્સિકમ, કોબી, ગાજર, કોથમીર બધું નાખીને તૈયાર કરવું. બ્રેડને ત્રિકોણ આકારમાં કટ કરવી. એની ઉપર ચણાની દાળનો તૈયાર કરેલો માવો પાથરી લેવો. ઉપર તલ લગાડવા. ગરમ તેલમાં ધીમે તાપે ગોલ્ડન બ્રાઉન થાય એમ તળવા. ચટણી કે ટમૅટો સૉસ સાથે ગરમાગરમ સર્વ કરવા.

food news indian food mumbai food Gujarati food street food life and style lifestyle news columnists