આજની રેસિપી: વઘારેલા ગોટલા

04 June, 2026 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો વઘારેલા ગોટલા

વઘારેલા ગોટલા

સામગ્રી : બે પાકી કેરી, બે ચમચી તેલ, ૧/૨ ચમચી રાઈ, ૧/૪ ચમચી હિંગ, ૧ ચમચી લાલ મરચાંનો પાઉડર, ૧ ચમચી ધાણાજીરું, ૧ ચમચી અથાણાનો મસાલો, ગોળ, મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત : બે કેરીનો રસ કાઢીને ગોટલા સાથે જ રાખવા. એમાં બે વાટકી પાણી નાખવું. હવે કઢાઈમાં તેલ મૂકીને વઘાર કરવો. એમાં આ રસ સાથે ગોટલા પણ નાખવા. બધો મસાલો કરીને એને બે મિનિટ ઊકળવા દો. રસો જાડો જ રાખવો, બહુ પાતળો કરવો નહીં. આ એકદમ ટેસ્ટી લાગે છે. એને મૅન્ગો કરી પણ કહેવાય છે. એને પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય. શાકને બદલે આ બહુ જ સરસ લાગે છે. ગરમીમાં શાક ભાવતું નથી હોતું ત્યારે આ બેસ્ટ ઑપ્શન છે.

food and drink food news Gujarati food indian food mumbai food lifestyle news life and style columnists