ડિમ્પલ પારેખ: મેથીના ગોટા

01 July, 2026 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગરમાગરમ મેથીના ગોટા લીલી ચટણી અથવા તળેલાં મરચાં સાથે પીરસો.

મેથીના ગોટા

સામગ્રી : ચણાનો લોટ (બેસન) ૧ કપ, તાજાં મેથીનાં પાન અને કોથમીર ૧ કપ (બારીક સમારેલાં), ઝીણો રવો ૧ ટેબલસ્પૂન, ચોખાનો લોટ ૧ ટેબલસ્પૂન, ધાણાના દાણા ૧ ટેબલસ્પૂન, કાળા મરી ૧/૨ ટેબલસ્પૂન, અજમો ૧ ટીસ્પૂન, લીલાં મરચાં ૧/૨  ટેબલસ્પૂન (બારીક સમારેલાં), આદું ૧/૨  ટેબલસ્પૂન (ખમણેલું), ખાંડ ૧/૨  ટેબલસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, ખાવાના સોડા ૧/૪ ટીસ્પૂન, લીંબુનો રસ ૧/૨ ટેબલસ્પૂન, પાણી જરૂર મુજબ, તેલ તળવા માટે બનાવવાની રીત : એક વાસણમાં બેસન, રવો, ચોખાનો લોટ, ધાણા, કાળા મરી અને અજમો ભેગાં કરો. એમાં મેથી, કોથમીર, લીલાં મરચાં, આદું, ખાંડ અને મીઠું ઉમેરો. લીંબુનો રસ અને જરૂર મુજબ પાણી ઉમેરીને જાડું ખીરું તૈયાર કરો. છેલ્લે ખાવાનો સોડા ઉમેરીને હળવેથી મિક્સ કરો. કડાઈમાં તેલ ગરમ કરો. હાથ અથવા ચમચીની મદદથી નાના ગોટા ગરમ તેલમાં છોડો. ગોલ્ડન બ્રાઉન અને કરકરા થાય ત્યાં સુધી એને તળી લો. ગરમાગરમ મેથીના ગોટા લીલી ચટણી અથવા તળેલાં મરચાં સાથે પીરસો.

- ડિમ્પલ પારેખ

food and drink food news street food Gujarati food mumbai food indian food columnists lifestyle news life and style