19 June, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોરિયન ચીઝ બન
સામગ્રી : ફિલિંગ માટે : ક્રીમ ચીઝ ૩ ચમચી, ફ્રેશ ક્રીમ ૨ ચમચી, પાઉડર શુગર ૨ ચમચી, મીઠું એક ચપટી.
હર્બ ગાર્લિક બટર માટે : ઓગાળેલું બટર ૩ ચમચી, લાલ મરચાં પાઉડર ૧ ચમચી, ઇટાલિયન સીઝનિંગ ૧ ચમચી, પાર્સલી ઝીણી કાપેલી ૧ ચમચી, ક્રશ્ડ લસણ ૧ ચમચી.
બીજું : બર્ગર બન – ૨ (બન)
બનાવવાની રીત : સૌપ્રથમ ફિલિંગ તૈયાર કરવું. એ માટે એક વાસણમાં ક્રીમ ચીઝ, ફ્રેશ ક્રીમ, પાઉડર શુગર અને મીઠું લઈને બરાબર ફેંટી લો. મિશ્રણ બની જાય પછી એને પાઇપિંગ બૅગમાં ભરો.
ઠંડું કરવા ફ્રિજમાં રાખો.
હર્બ ગાર્લિક બટર માટે : બીજા વાસણમાં ઓગાળેલું બટર, લાલ મરચા પાઉડર, ઇટાલિયન સીઝનિંગ, પાર્સલી ઝીણી કાપેલી અને ક્રશ્ડ લસણ ભેળવી લો. બરાબર મિક્સ કરો અને બાજુમાં રાખો.
બન તૈયાર કરો : દરેક બર્ગર બનને ૮ ભાગે કાપો (પીત્ઝાની જેમ), પણ તળિયા સુધી ન કાપવું.
દરેક કાપ વચ્ચે ઉપર ચીઝ ફિલિંગ પાઇપિંગ બૅગથી ભરો. બન પર ગાર્લિક બટર લગાવવું. બેકિંગ ટ્રે પર થોડું ગાર્લિક બટર લગાવો અને ત્યાર બાદ ભરેલા બન્સ મૂકો. બન્સની ઉપરથી પણ ગાર્લિક બટર લગાવો.
બેક કરવું : અવનને ૧૮૦°C પર ૧૦ મિનિટ માટે પ્રીહીટ કરો. (ઉપર અને નીચેના બન્ને રૉડ ચાલુ કરો, ટ્રેને મિડલ રૅક્સ પર રાખો.) બન્સને ૭–૮ મિનિટ સુધી બેક કરો અથવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી.
ગરમ-ગરમ પીરસો!