03 June, 2025 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોરિંગાનો સૂપ
સામગ્રી : ૩૦૦ ગ્રામ મોરિંગા, ૨ ટેબલસ્પૂન ઘી, ૧ ટીસ્પૂન જીરું, ૨ ટેબલસ્પૂન કોબીજ (ચૉપ કરેલી), ૨ ટેબલસ્પૂન લીલા કાંદા (સફેદ ભાગ), ૧/૮ ટીસ્પૂન હિંગ, ૨ નંગ લીલાં મરચાં, ૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર, ૧/૨ ટીસ્પૂન મરી પાઉડર, મીઠુ સ્વાદ અનુસાર, ૪-૫ નંગ લીમડાનાં પાન, પાણી - જરૂર પ્રમાણે લાલ પપ્રીકા - ગાર્નિશિંગ માટે
રીત : મોરિંગાની છાલ બરાબર કાઢી લો. એક પૅન લો. પછી એમાં ઘી ગરમ કરો. એમાં હિંગ, જીરું, કોબીજ, લીલા કાંદા, લીલાં મરચાં, કોથમીર, મોરિંગા, લીમડો અને પાણી નાખી ઊકળવા દો. બરાબર ઊકળી જાય એટલે ગાળી લો. પછી એક પૅન લો. એમાં ગાળેલો સૂપ નાખીને મીઠું અને મરી પાઉડર નાખી બે મિનિટ ઉકાળો. પછી લાલ પપ્રીકાથી ગાર્નિશિંગ કરી સર્વ કરો.