શું ખરેખર દાઢી ટૉઇલેટ સીટ કરતાં પણ ગંદી હોય છે?

04 June, 2025 01:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાઢી રાખવાનો ટ્રેન્ડ પુરુષોમાં ખૂબ વધી રહ્યો છે. ભૂતકાળમાં થયેલા એક સ્ટડીમાં તો એવો દાવો કરવામાં આવેલો કે પુરુષોની દાઢીમાં એટલા જ બૅક્ટેરિયા હોય છે જેટલા ટૉઇલેટ સીટ પર હોય છે. એવામાં દાઢીને સ્વચ્છ રાખીને હાઇજીન મેઇન્ટેન કરવું ખૂબ જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

થોડાં વર્ષ પહેલાં એક નાનોએવો સ્ટડી થયો હતો જેમાં કેટલાક લોકોની દાઢીના વાળના સૅમ્પલ લેવામાં આવ્યા હતા અને એમાંથી કેટલાક બૅક્ટેરિયા મળી આવ્યા હતા જે ટૉઇલેટ સીટ પર પણ મળે છે. જોકે એમ કહેવું કે દાઢી ટૉઇલેટ સીટથી પણ ગંદી હોય છે એ અયોગ્ય છે.

વાસ્તવિકતામાં દરેક વસ્તુ પર બૅક્ટેરિયા હોય છે; ત્વચા, મોબાઇલ ફોન, ટૂથબ્રશ બધી જ જગ્યાએ હોય છે. દાઢીમાં બૅક્ટેરિયા હોવા સામાન્ય છે. ટૉઇલેટ સીટના બૅક્ટેરિયા અલગ હોય છે. એ મોટા ભાગે મળ-બૅક્ટેરિયા હોય છે. દાઢીમાં જોવા મળતા બૅક્ટેરિયા એવા હાનિકારક હોતા નથી. જો તમે દાઢીને રેગ્યુલર મેઇન્ટેન રાખો તો કોઈ સમસ્યા થતી નથી. દાઢીમાં બૅક્ટેરિયા હોવા અનહાઇજીનિક નથી, જ્યાં સુધી તમે બેઝિક હાઇજીન ફૉલો કરી રહ્યા હો.

દાઢીના વાળમાં ધૂળ, પરસેવો, ઑઇલ, ડેડ સ્કિન હોય છે. આ ગંદકી બૅક્ટેરિયાના ગ્રોથ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. આ બૅક્ટેરિયા દાઢીમાં ખંજવાળ, ઇન્ફેક્શન, દુર્ગંધનું કારણ બને છે. એટલે દાઢીની નિયમિત સફાઈ કરવી ખૂબ જરૂરી છે.

health tips life and style skin care gujarati mid-day mumbai columnists