22 February, 2025 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૂપલ ચૌધરી
મેં એક ઑડિયોલૉજિસ્ટ અને વ્યવસાયી તરીકે પીડિયાટ્રિક (બાળકો) અને જેરિયાટ્રિક (વૃદ્ધો) ઑડિયોલૉજીમાં નિષ્ણાતી મેળવી છે.
મારું પીડિયાટ્રિક ઑડિયોલૉજી સેટઅપ એક કિડ્સફ્રેન્ડ્લી ક્લિનિક છે જેમાં તેમને રમવા માટે વિશેષ વિસ્તાર સાથે આધુનિક સાધનો ઉપલબ્ધ છે. અમે વ્યાપક સેવાઓ પૂરી પાડી રહ્યા છીએ, જેમાં શ્રવણશક્તિની ચકાસણી, હિયરિંગ એઇડ/કૉક્લિયર ઇમ્પ્લાન્ટ ફિટિંગ અને ઓરલ રીહૅબિલિટેશનનો સમાવેશ થાય છે. નવજાત શિશુઓ માટે શ્રવણશક્તિની ચકાસણી ખૂબ જ અગત્યની છે, કારણ કે વહેલી પુષ્ટિ થતી હોવાને કારણે ભાષા અને ભાષણ વિકાસ માટે એ અનિવાર્ય બની રહે છે.
શ્રવણશક્તિ ગુમાવતાં બાળકોના પરિવારોને સહાય અને માર્ગદર્શન પૂરું પાડવું, બાળકોમાં શ્રવણશક્તિનું મૂલ્યાંકન, વર્તણૂકીય અવલોકન ઑડિયોમેટ્રી, વિઝ્યુઅલ રીઇન્ફોર્સમેન્ટ ઑડિયોમેટ્રી BERA અને ઑટોએકોસ્ટિક એમિશન (OAE) અમે કરીએ છીએ.
આ ઉપરાંત બાળકો માટે શ્રવણયંત્રો/કૉક્લિયર ઇમ્પ્લાન્ટનું ફિટિંગ અને પ્રોગ્રામિંગ, બાળકોને શ્રવણશક્તિ અને ભાષાકૌશલ્ય વિકસાવવામાં મદદ કરવા માટે AVT ઉપચાર અને શ્રવણશક્તિ ગુમાવી ચૂકેલાં બાળકોના પરિવારોને સહાય અને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ.
અમારા કેન્દ્રની વિશેષતા
મલ્ટિ-ડિસિપ્લિનરી સેન્ટર, જ્યાં વિવિધ થેરપી અપાય છે : સ્પીચ થેરપી, ભાષા થેરપી, AVT, ઑક્યુપેશનલ થેરપી, રેમીડિયલ થેરપી, કારકિર્દી માર્ગદર્શન, મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન અને ઉપચાર, ગ્રાફોલૉજી, હૅન્ડરાઇટિંગમાં સુધારો, વૈદિક ગણિત, રુબિક ક્યુબ, બ્રેઇન જિમ અને અન્ય સેવાઓ ક્લાયન્ટ્સની જરૂરિયાત પ્રમાણે આપીએ છીએ.
અમારું કેન્દ્ર તમારી ચિંતાઓનું નિરાકરણ કરે છે અને તમારો હેતુ સમજીને ગુણવત્તા સાથે સમૃદ્ધ અને પરિપૂર્ણ જીવનશૈલી તરફ આગળ વધે છે. અમારા બહુશાખાકીય કેન્દ્રમાં અમે ક્લાયન્ટ્સની જરૂરિયાતોના આધારે લેન્યુએજ થેરપી, સ્પીચ થેરપી, AVT, ઑક્યુપેશનલ થેરપી, રેમીડિયલ થેરપી, કરીઅર માટે માર્ગદર્શન, મનોરોગ ચિકિત્સા, ગ્રાફોલૉજી, હસ્તલેખન સુધારણા, વૈદિક ગણિત, રુબિક ક્યુબ અને માઇન્ડ જિમ જેવા વિવિધ ઉપચારાત્મક અભિગમોને એકીકૃત કરીએ છીએ.
શ્રવણશક્તિ ગુમાવી ચૂકેલાં બાળકોની સ્પીચ, જ્ઞાનાત્મક, સામાજિક અને ભાવનાત્મક વિકાસને લીધે તેમને સ્કૂલમાં અનેક પડકારોનો કરવો પડી શકે છે, જેમાં તેમને તેમના શિક્ષકોને સમજવામાં અને વર્ગખંડની પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં મુશ્કેલી થાય છે.
જેરિયાટ્રિક ઑડિયોલૉજી
જેરિયાટ્રિક ઑડિયોલૉજી ઑડિયોલૉજીની એક વિશિષ્ટ શાખા છે જે વૃદ્ધોમાં શ્રવણક્ષતિના મૂલ્યાંકન અને ઉપચાર પર કેન્દ્રિત છે. વ્યાપક ઑડિયોલૉજિકલ મૂલ્યાંકન, જેમાં સૂરની શુદ્ધિ માટેની પ્યૉર-ટોન ઑડિયોમેટ્રી, સ્પીચ ઑડિયોમેટ્રી, ઇમ્પીડન્સ અને અન્ય પરીક્ષણો દ્વારા શ્રવણકાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સિનિયર સિટિઝન માટે વિશેષરૂપે ડિઝાઇન કરાયેલાં લેટેસ્ટ ટેક્નૉલૉજીવાળાં શ્રવણયંત્રોનું ફિટિંગ અને પ્રોગ્રામિંગ કરવામાં આવે છે, જેમાં REM દ્વારા ચોક્કસ ફિટિંગની ખાતરી કરવામાં આવે છે. આઉરલ રીહૅબિલિટેશન અંતર્ગત સલાહ અને તાલીમ આપીને વૃદ્ધોને તેમના શ્રવણયંત્રનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો અને સંચાર-કુશળતાઓમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. વૃદ્ધોમાં શ્રવણયંત્રનો નિયમિત ઉપયોગ જીવનની ગુણવત્તામાં સુધારો લાવવામાં સહાયક બની શકે છે જેથી સામાજિક એકલતા ઘટે, સંચાર સુધરે અને સામાન્ય સુખાકારીમાં વધારો થાય. અનઉપચારિત બહેરાશને માનસિક ક્ષય અને ડિમેન્શિયાનું જોખમ વધારે છે, સામાજિક એકલતા, ઉદાસીનતા અને નિરાશાની શક્યતા વધી જવા જેવા અનેક પડકારો ઊભા કરી શકે છે. AI ટેક્નૉલૉજી બહેરાશને લીધે આવતી તાણ ઘટાડે છે, સંચાર સરળ બનાવે છે, આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે અને જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે. AI આધારિત શ્રવણયંત્રો હજી વિકસતી ટેક્નૉલૉજી છે એટલે શ્રવણક્ષતિનું મૂલ્યાંકન કરવા, જરૂરિયાતો અંગે ચર્ચા કરવા અને યોગ્ય શ્રવણયંત્ર ટેક્નૉલૉજી પસંદ કરવા માટે નિષ્ણાત ઑડિયોલૉજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. રૂપલ ચૌધરી કહે છે, ‘જો તમારી નજીકનું કોઈ બાળક કે વૃદ્ધ શ્રવણક્ષતિનો સામનો કરી રહ્યાં હોય તો પીડિયાટ્રિક અને જેરિયાટ્રિક ઑડિયોલૉજીના નિષ્ણાતની સલાહ લેવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે.’
જીવનને સશક્ત બનાવવું : સાંભળવામાં અક્ષમ વ્યક્તિઓ માટે જીવન કૌશલ્ય
બહેરાશ એક મૌન વિકલાંગતા છે. શ્રવણ અક્ષમ બાળકને માતૃભાષામાં સાંભળવા અને બોલવા માટે તાલીમ આપવામાં આવે છે. તેમને બીજી ભાષા સાથે અનુકૂળ કરાવવા માટે અમે તેમના માટે જીવન કૌશલ્યની શરૂઆત કરી છે જે તેમનામાં સામાજિક અને વ્યાવસાયિક પરિસ્થિતિઓમાં આત્મવિશ્વાસ વિકસાવવામાં મદદ કરશે. જીવન કૌશલ્ય આ સ્પેશ્યલ વ્યક્તિઓની સર્વાંગી પ્રગતિ અને વિકાસ માટે સહાયક બને છે. આથી તેઓ એક સમાજજીવી તરીકે વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે છે.
તેમ જ એ તેમને વધુ જવાબદાર, સ્વસ્થ અને સ્વતંત્ર બનાવે છે.
સ્વતંત્ર જીવન માટે જરૂરી કુશળતા: રસોઈ, બજેટ નિર્ધારણ, ટ્રાન્સપોર્ટ અને વ્યક્તિગત સંભાળ.
સહાયક ટેક્નૉલૉજી વિશે જાગૃતિ અને સ્વતંત્ર રીતે જીવવા માટે એનો ઉપયોગ.
માનસિક અને ભાવનાત્મક વિકાસ માટે આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા અંગે તાલીમ.
માનસિક આરોગ્ય સારું રહે એ માટે તાણ અને ચિંતાનો સામનો કઈ રીતે કરવો એની તાલીમ જે આત્મવિશ્વાસ પણ વધારે છે.
ગ્રુપ ઍક્ટિવિટી સાથે મૈત્રીપૂર્ણ સમાજ વિકસાવવામાં સહાયતા.
‘અમે’ નોકરી શોધવાની કુશળતા પણ વિકસાવીએ છીએ, જેમાં રેઝ્યુમે કઈ રીતે લખવો અને ઇન્ટરવ્યુ વિશેની કેટલીક ટેક્નિકોનો સમાવેશ થાય છે.
કારકિર્દીના વિકલ્પો શોધવા અને યોગ્ય રોજગાર તકો ઓળખવી.
કાર્યસ્થળે કેવા પ્રકારના પડકારોનો સામનો કરવો પડશે એ વિશે જાણકારી.
સમાજમાં સમાવેશ અને જાગૃતિને પ્રોત્સાહન આપવું.
શ્રવણશક્તિ ગુમાવનાર વ્યક્તિ અને શ્રવણશક્તિ ગુમાવનાર સમુદાયને કેવા પડકારોનો સામનો કરવો પડે છે એ વિશે જાગૃતિ લાવવા માટે પ્રોત્સાહન.
વર્કશૉપ ઇન્ટરૅક્ટિવ સેશન હોય છે
ગ્રુપ ડિસ્કશન, રોલપ્લેઇંગ અને સિમ્યુલેશન.
પ્રવૃત્તિઓ અને પ્રદર્શનો.
સાથીઓ માટે સહાય - સાથીઓ સાથે વાતચીત અને નેટવર્કિંગ માટેની તકો.
સહભાગીઓમાં સહાયક સમુદાયનું નિર્માણ.
ક્યાં?
ધ હિયરિંગ ઍન્ડ વર્ટિગો ક્લિનિક. ભારતમાં હિયરિંગ ઍન્ડ વર્ટિગો કૅર માટે મલ્ટિ-સ્પેશ્યલિટી ક્લિનિક. શૉપ-નંબર ૬, ગ્રાઉન્ડ ફ્લોર, ૭૬, અબ્દુલ કાદર બિલ્ડિંગ, ગોખલે રોડ (ઉત્તર), પોર્ટુગીઝ ચર્ચની
સામે, દાદર (પશ્ચિમ),
મુંબઈ – ૪૦૦૦૨૮.
કૉલ કરો : 8356958290
ઈ-મેઇલ : rupalcsed@gmail.com
www.rupalchaudhary.com