ઘૂંટણના સંધિવાની સારવાર માટે આવી ગઈ છે નવી સર્જિકલ ટેક્નિક - યુનિકોન્ડાઇલરની-રિપ્લેસમેન્ટ

22 February, 2025 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સર્જરી ઓછામાં ઓછી ઇન્વેસિવ છે અને સર્જરીનાં એક-બે અઠવાડિયાંમાં જ સંપૂર્ણ ઘૂંટણની પીડામાં રાહત આપી હિલચાલ કરી શકાય છે.

ડૉ. સુનિર્મલ મુખરજી

ઑસ્ટિઓઆર્થ્રાઇટિસને કારણે ઘૂંટણમાં દુખાવો થવાની સમસ્યા ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં સામાન્ય છે. ભારતમાં પ્રારંભિક ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ સામાન્ય રીતે ૪૫ વર્ષની ઉંમરે જ જોવા મળે છે. છેલ્લાં ૪૦ વર્ષથી આ તકલીફ માટે ટોટલ ની-રિપ્લેસમેન્ટ એકમાત્ર વિકલ્પ હતો, જેમાં કાર્ટિલેજને હાઈ મૉલેક્યુલર વેઇટ પૉલિઇથિલિન (HMWPE)થી બદલવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં પરિણામ સારાં મળે છે અને દુખાવો ઓછો થાય છે તેમ જ ઘૂંટણમાં સારી સ્થિરતા આવે છે. જોકે જો જરૂર પડે તો રિવિઝન સર્જરી ખૂબ જ કૉમ્પ્લીકેટેડ છે અને ઘૂંટણની કાર્યક્ષમતા ઘટાડી દે છે અને માટે જ આઇડિયલી ૬૦ વર્ષ પછી ટોટલ ની-રિપ્લેસમેન્ટની જ સલાહ આપવામાં આવે છે જેને ઘણી વાર ‘વન્સ ઇન અ લાઇફટાઇમ’ એટલે કે ‘આયુષ્યમાં એક જ વાર’ કરાવવી પડતી સર્જરી કહેવામાં આવે છે.

યુનિકોન્ડાઇલર ની-રિપ્લેસમેન્ટ

યુવાન ઉંમરના ઑસ્ટિઓઆર્થ્રાઇટિસના આવા કિસ્સાઓમાં ઘૂંટણનું આંશિક રિપ્લેસમેન્ટ (યુનિકોન્ડાઇલર ની-રિપ્લેસમેન્ટ)ની પસંદગી કરવામાં આવે છે. આ સર્જરીમાં ફક્ત ઘૂંટણના અસરગ્રસ્ત ભાગમાં HMWPE લાઇનર દાખલ કરવાનો સમાવેશ થાય છે અને બાકીના નૉર્મલ ઘૂંટણને સાચવી લેવામાં આવે છે.

આ સર્જરી ઓછામાં ઓછી ઇન્વેસિવ છે અને સર્જરીનાં એક-બે અઠવાડિયાંમાં જ સંપૂર્ણ ઘૂંટણની પીડામાં રાહત આપી હિલચાલ કરી શકાય છે.

સર્જરી પછી લાંબા ગાળાના સર્વાઇવલ ડેટા પણ ઉત્તમ છે, જેમાં ૧૭ વર્ષ સુધીનો સર્વાઇવલ રેટ છે અને રિવિઝન સર્જરીની પણ જરૂર નથી પડી.

૧૬ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ડૉ. સુનિર્મલ મુખરજી નિયમિતપણે આ સર્જરી કરી રહ્યા છે. તેમણે UKથી ઘૂંટણ, હિપ અને શોલ્ડર સર્જરીમાં તાલીમ લીધી છે. તેઓ લીલાવતી હૉસ્પિટલ, બાંદરા, ડૉ. એલ. એચ. હીરાનંદાની હૉસ્પિટલ, પવઈ, આદિ - આરોગ્ય હૉસ્પિટલ, વિક્રોલી તેમ જ ઑલક્યૉર સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલ, જોગેશ્વરી સાથે જોડાયેલા છે. તેઓ સોમૈયા મેડિકલ કૉલેજ ફૉર ચૅરિટેબલ સર્જરીમાં ઑનરરી કન્સલ્ટન્ટ છે.

health tips life and style columnists gujarati mid-day mumbai