20 April, 2025 05:45 PM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
સ્પર્મ રેસિંગ સ્ટાર્ટઅપના ફાઉન્ડર્સઃ નિક સ્મૉલ, એરિક ઝુ, શેન ફૅન અને ગૅરેટ નિકોનિએન્કો
૨૫ એપ્રિલે અમેરિકાના લૉસ ઍન્જલસના હોલીવુડ પલેડિયમ ગ્રાઉન્ડમાં એક એવી રેસ યોજાવાની છે જેની કદી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ફાસ્ટેસ્ટ કાર, હોર્સ, બુલ, કેમલ, ડોગની ફાસ્ટેસ્ટ ફીવર રેસ ઠેકઠેકાણે થતી જોવા મળે છે; પરંતુ લૉસ ઍન્જલસમાં એક અનોખી રેસ થવાની છે અને એ છે હ્યુમન સ્પર્મની રેસ.
`શ્રી-ઇડિયટ્સ` મૂવીમાં એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલની ભૂમિકામાં બમન ઈરાની જેમ પહેલા જ દિવસે સ્ટુડન્ટ્સને કહે છે કે લાઈફ ઈઝ અ રેસ અને એ રેસની શરૂઆત તમારા જન્મ સમયે સ્પર્મના એગ સાથેના મિલન થવાની રેસ સાથે શરૂ થાય છે; કરોડો સ્પર્મ દોડે છે, પણ જીતે છે કેવળ એક. આ સીન જોઈને કદી કોઈએ વિચાર્યું હશે કે આટલા ફની અને હસતા-રમતા અંદાજમાં ફર્ટિલિટી બાબતે અવેરનેસ ફેલાવી શકાતી હશે? ફિલ્મમાં નાટકીય ઢબે જે રીતે સ્પર્મની રેસ દેખાડવામાં આવી હતી એવી રેસ હકીક્તમાં થવા જઈ રહી છે. એમાં સ્પર્મ પણ સાચા હશે અને એની ગતિ પણ સાચી હશે. સામાન્ય રીતે સ્ત્રીના પ્રજનનતંત્રમાં વજાઈનાથી ગર્ભાશય સુધીનો ૨૦ સેન્ટિમીટરનો જે ઑર્ગન ટ્રેક હોય છે એના જેવા જ બે ટ્રેક બનાવવામાં આવ્યા છે. એની અંદર સ્પર્મને ગતિ કરવા માટે જરૂરી ફીમેલ ટ્રેકમાં જે કેમિકલ્સ હોવાં જોઈએ એ પણ હશે જેને કારણે સ્પર્મ મેક્સિમમ ગતિથી ટ્રાવેલ કરી શકે. આ બે ટ્રેકની અંદર એકસાથે બે અલગ-અલગ વ્યક્તિના સ્પર્મ દાખલ કરવામાં આવશે. સામાન્ય રીતે વિજ્ઞાન કહે છે કે સ્પર્મ એક મિનિટમાં પાંચ મિલીમીટર જેટલી ગતિ કરે છે એ જોતાં આ રેસ લગભગ ૪૦ મિનિટ ચાલે એવી સંભાવના છે. આ ઇવેન્ટને વધુ મજેદાર અને રસપ્રદ બનાવવા માટે ડર્બી રેસમાં હોય છે એમ તમે સટ્ટો પણ રમી શકો છો. તમારા મનગમતા સ્પર્મ પર તમે બોલી લગાવી શકો છો. સવાલ એ થાય કે ૦.૦૫ મિલીમીટર લાંબા સ્પર્મ જે નરી આંખે જોઈ શકાય એમ નથી હોતા એની ગતિ કેવી રીતે દેખાશે? તો એ માટે હાઈ-ટેક માઇક્રોસ્કોપમાં જે દેખાશે એને જાયન્ટ સ્ક્રીન્સ પર અનેકગણું મોટું કરીને દેખાડવામાં આવશે. જેમ રિયલ મહિલાના પ્રજનનતંત્રના ટ્રેકમાં કેમિકલ સિગ્નલ્સ, ફ્લુઇડ હોય છે એ બધું જ હાજર હોવાથી બની શકે કે રેસ થોડી જ મિનિટોમાં પણ પૂરી થઈ જાય તો કદાચ પૂરો એક કલાક પણ ચાલી શકે.
હાઈ-રેઝોલ્યુશન કેમેરામાં કેપ્ચર થતી મૂવમેન્ટના લાઇવ સ્ટ્રીમિંગ સાથે સ્પોર્ટ્સ કોમેન્ટરીની સાથે-સાથે લેડરબોર્ડ્સ, ઈન્સ્ટન્ટ રિપ્લે અને ઑનલાઇન સટ્ટો પણ રમાશે. તમે તમારા ફેવરિટ ‘સ્પર્મ ઍથ્લીટ`ને ચૂઝ કરી શકશો.
મસ્તી નથી, અવેરનેસ પણ છે
માનવીના અંગત જીવનની આવી બાબત માટે રેસ ગોઠવવાનો અળવીતરો વિચાર છે કોનો? આ વિચાર હજી અઢી-ત્રણ મહિના પહેલાં કેટલાક ટીનેજર્સને આવ્યો હતો અને તેમણે ભેગા
સંખ્યા જોવા મળે છે. એની પાછળ અનેક કારણો છે. ઓબેસિટી, સ્ટ્રેસ, સ્મોકિંગ, બેઠાડુ જીવનશૈલી, ખોરાકમાં ટૉક્સિન્સથી ભરપૂર રસાયણો, હવાનું પ્રદૂષણ અને એવાં અનેક ફેક્ટર્સને કારણે પુરુષોની ફર્ટિલિટી ઘટી રહી છે. એરિકનું કહેવું છે કે `આ બધું ખૂબ ધીમે-ધીમે વધી રહ્યું છે અને હવે ખતરાની ઘંટી વાગે એ હદે ઘટી ગયું છે. એમ છતાં કોઈ આ વિષય પર ખુલીને વાત કરવા તૈયાર નથી. અમે આ મુદ્દે મૌન ધારણ કરીને બેઠેલા સમાજને બોલતો કરવા માગીએ છીએ. આ માત્ર રેસ નથી, એમાં એક મેસેજ પણ છે. સ્પર્મની સેહત એક રેસ છે અને દરેકને સ્ટાર્ટિંગ લાઈન પર ઊભા રહેવાનો મોકો મળવો જોઈએ.’
સ્પર્મમાં ક્રાન્તિ
એક સમય હતો જ્યારે પુરુષો પોતાના પુરુષાતન વિશે આપસમાં પણ વાત કરવાનું ટાળતા હતા. એ પછી માઇક્રોસ્કોપની અંદર જોવા મળતા સ્પર્મ વિશે છાને ખૂણે ડોક્ટર સાથે વાત કરવાનું શરૂ થયું. એ પછી આવ્યો વિકી ડોનર જેવો જાગૃતિનો ધક્કો, જેમાં સ્પર્મ ડોનર મોટા પડદાનો હીરો બની ગયો અને હવે સ્પર્મ રેસની વાત છે. મતલબ કે જે ટ્રેક પર દોડવા માટે સ્પર્મ બન્યા છે એ દોડને પૂરી દુનિયા સમક્ષ લાવવી. આ છે માણસના અસ્તિત્વની પહેલી રેસ. એ રેસમાં જીતવાથી જ જીવનો જન્મ થાય છે. એરિક ઝૂ કહે છે, “સ્પર્મ રેસ થકી હવે આ બાબતે ચુપકીદી તોડવાનો સમય આવી ગયો છે.`
કઈ રીતે યોજાશે સ્પર્મ રેસ?
જોવા જવું હોય તો શું?
અમેરિકામાં ફુટબોલ માટે કેલિફોર્નિયાની જે બે રાઇવલ ટીમો બહુ કેમસ છે એ ટીમોની જ બે વ્યક્તિની વચ્ચે સ્પર્મ રેસ થશે. USC એટલે કે યુનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોનિયા અને UCLA એટલે યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, લોસ એન્જલસ એ બે ટીમો વચ્ચે સ્પર્મ રેસ થશે. USCCમાંથી એશર અને UCLAમાંથી ટ્રિસ્ટેન નામના બે યુવાનોના સ્પર્મ વચ્ચે રેસ થશે. બન્ને યુવાનો છેલ્લા કેટલાય સમયથી હેલ્ધી સ્પર્મ બનાવવા માટે જરૂરી તમામ પગલાં લઈ રહ્યા છે. ફૂડ, સપ્લિમેન્ટ્સ, એક્સરસાઈઝ અને લાઈફસ્ટાઈલની દૃષ્ટિએ તમામ હેલ્ધી આદતો પાળીને સ્પર્મની બેસ્ટ હેલ્થ માટે બન્ને ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે. ૨૫ એપ્રિલે હોલીવુડ પલેડિયમ ગ્રાઉન્ડના બેકસ્ટેજમાં જ તેઓ વીર્યનાં સેમ્પલ કાઢશે અને એમાંથી સ્પર્મને આઇડિયલ ટેમ્પરેચર પર પ્રિઝર્વ કરવામાં આવશે. એકસાથે ભન્ને સેમ્પલને અલગ-અલગ ફીમેલ સિમ્યુલેટર ટ્રેકમાં દાખલ કરવામાં આવશે. બેમાંથી જે સેમ્પલનાં શુકાણુ ફિનિશલાઈન પહેલાં પાર કરશે એ જીતશે. સ્પર્મની ગતિ નેચરલ રહે એ માટે ફિનિશલાઈન પાસે ફીમેલ એગને મળતાં આવતાં કેમિકલ્સ હશે, પણ રિયલ એગ નથી. જોકે બની શકે કે આ પહેલી ઇવેન્ટ સફળ થાય તો કદાચ ફિનિશલાઇન પર સાચકલું સ્ત્રીબીજ હોય અને સ્પર્મ એને મળતા ભ્રૂણ પેદા થવાની ઘટના પણ મોટી સ્ક્રીન પર જાહેરમાં જોઈ શકાય એ દિવસો હવે બહુ દૂર નથી.
જોવા જવું હોય તો શું?
હૉલીવુડ પેલેડિયમમાં લગભગ ૪૦૦૦ લોકો એકસાથે બેસીને આ ઘટનાને લાઇવ જોઈ શકશે. એ માટે www.spermracing.com વેબસાઇટ પર જઈને ટિકિટ બુકિંગ થઈ શકશે. ૨૦, ૪૦, ૫૦ ડૉલરથી લઈને VIP લાઉન્જમાં ૨૫૦૦ ડૉલરની ટિકિટ વેબસાઇટ પર અવેલેબલ છે.