સ્વાદિષ્ટ પરાઠા ગટ-હેલ્થનાં વિલન બની શકે છે

05 March, 2026 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ભાગે પરાઠા બનાવવામાં મેંદો અને લો ક્વૉલિટી ઑઇલ વપરાય છે જેને લીધે પાચન સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે. એને બનાવવાની પદ્ધતિમાં ફેરફાર થાય તો એ સુપાચ્ય અને ન્યુટ્રિશ્યસ બની શકે છે

પ્રતિકાત્મક તસવીર

આપણા ભોજનમાં પરાઠા બહુ કૉમન છે અને એ ઘરે પણ છાશવારે બનતાં હોય છે. કોબી પરાઠા, લચ્છા પરાઠા, મિક્સ વેજ અને આલૂ પરાઠા તો ગુજરાતીઓના ઘરે ડિનરમાં ખવાતાં હોય છે, પણ હેલ્ધી રેસિપીમાં સામેલ થતાં આ પરાઠા પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે એવા દાવાઓ થઈ રહ્યા છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર પણ પરાઠા હેલ્થનાં વિલન બની રહ્યાં છે એવી વાતો થઈ રહી હોવાથી ઘણા લોકોએ ડાયટમાંથી એની બાદબાકી કરી નાખી છે ત્યારે ખરેખર પરાઠા અનહેલ્ધી છે કે કેમ એ જાણીએ.

શા માટે છે વિલન?

પરાઠા નુકસાનકારક બનવા પાછળનું મુખ્ય કારણ એમાં વપરાતો લોટ અને તેલ છે. બજારમાં કે રેસ્ટોરાંમાં મળતાં મોટા ભાગનાં પરાઠા મેંદામાંથી બનેલાં હોય છે એટલું જ નહીં, ઘરમાં પણ ઘણા લોકો પરાઠા મેંદાનાં જ બનાવે છે. મેંદામાં પાચનને સરળ બનાવતું ફાઇબર હોતું નથી, તેથી એ આંતરડામાં જઈને ચીપકી જાય છે. એનાથી કબ​જિયાત, ગૅસ અને ઍસિડિટી જેવી સમસ્યાઓ થાય છે. પરાઠાને શેકવા માટે વપરાતું તેલ અને બટર પ્રમાણ કરતાં વધુ હોવાથી બ્લોટિંગ અને ઍસિડિટીને નોતરે છે. આ બન્ને એલિમેન્ટને રિપ્લેસ કરીને ડાયટમાં વિલન બનતાં પરાઠાને હેલ્ધી બનાવવું શક્ય છે.

આ રીતે હેલ્ધી બની શકે પરાઠા

health tips food and drink food news street food Gujarati food indian food mumbai food lifestyle news life and style columnists