14 May, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લંબાઈ, ઊંચાઈ અને અંતરની ચોક્કસ અને ઝડપી માપણી કરવા માટે ટ્રેડિશનલ મેઝરિંગ ટેપને બદલે સ્માર્ટ ટેક્નૉલૉજીવાળું ડિજિટલ મેઝરિંગ ટેપ બહુ કામમાં આવશે. રીચાર્જ થઈ શકે એવી હથેળીમાં સમાઈ જાય એવી આ ટેપમાં સેન્સર લાગેલું હોવાથી પળવારમાં ચોક્કસ અંતરની જાણ થાય છે. LED ડિસ્પ્લે પર તરત જ ઍક્યુરેટ રિઝલ્ટ દેખાય છે. વિસ્તાર, ઘનફળ અને ઊંચાઈ માપવા માટે અલગ-અલગ મોડ્સની સુવિધા પણ આપી છે.
ઈઝી ટુ કૅરી : ડિજિટલ મેઝરિંગ ટેપ દેખાવમાં નાની, હલકી, કૉમ્પૅક્ટ અને પોર્ટેબલ હોવાથી એને આરામથી ખિસ્સા, ટૂલબૉક્સ અથવા બૅગમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ શકાય છે. એને ટ્રેડિશનલ ટેપની જેમ બે હાથથી પકડવી પડતી નથી. એક હાથેથી એનું સંચાલન સહેલાઈથી અને ઝડપી થાય છે.
ઈઝી ટુ કનેક્ટ : બ્લુટૂથ અને વાઇફાઇની કનેક્ટિવિટી હોવાથી એને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરીને માપેલો ડેટા સેવ પણ કરી શકાય છે. તેથી જો આપણે અંતર માપીને ભૂલી ગયા હોઈએ તો મોબાઇલમાં સેવ્ડ ડેટામાં જોઈ શકાય અને આ રીતે બીજી વાર માપવાનો સમય પણ બચે છે અને જો માપણી ખોટી પડે તો એમાં રહેલું સેન્સર એરરનું અલર્ટ આપે છે. ડિજિટલ મેઝરિંગ ટેપ રીચાર્જેબલ હોવાથી એને ચાર્જ પણ કરી શકાય છે. આ નાનકડું ડિવાઇસ ૪૦થી ૧૦૦ મીટર સુધી માપી શકે છે.
વર્સટાઇલ : ઈ-કૉમર્સ પ્લૅટફોર્મ્સ પર ઉપલબ્ધ આ ડિવાઇસની કિંમત ૨૨૦૦ રૂપિયા જેટલી છે ત્યારે આ હળવુંફૂલ ડિવાઇસ બિલ્ડર્સ, ઇન્ટીરિયર ડિઝાઇનર્સ, સુથાર, ફૅશન-ડિઝાઇનર્સ અને એન્જિનિયર્સ માટે બહુ કામની ચીજ છે. એ તેમના કાર્યમાં ચોકસાઈની સાથે કાર્યક્ષમતા પણ વધારે છે.