બદલાયો મોબાઇલ સિમ સાથે જોડાયેલો આ નિયમ, જાણો તમારી માટે કેમ મહત્વનો

20 September, 2021 05:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્ર સરકારના નિર્ણય બાદ નવો મોબાઇલ નંબર લેવા માટે ડિજિટલ મોડથી KYC ભરવાનું રહેશે. સાથે જ સિમ કનેક્શન બદલવા માટે કે સિમ પૉર્ટ કરાવવા માટે પણ કોઈ ફૉર્મ ભરવાની જરૂર નહીં રહે.

પ્રતીકાત્મક તસવીર

પીએમ મોદીના નેતૃત્વમાં થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં છેલ્લા કેટલાક દિવસોથી મોબાઇલ યૂઝર્સ મામલે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર તરફથી મોબાઇલ કનેક્શન લેવા કે તેને પ્રી-પેઇડમાંથી પોસ્ટપેઈડ કરાવવા કે પોસ્ટ પેઇડમાંથી પ્રી-પેઇડમાં કન્વર્ટ કરાવવાની પ્રક્રિયા સરળ બનાવી દેવામાં આવી છે. સાથે જ ઘરે બેઠા KYCસાથે જોડાયેલા બધા કામ ઑનલાઇન મોડ દ્વારા પણ કરી શકાશે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ નવો મોબાઇલ નંબર લેવા માટે ડિજિટલ મોડથી KYC ભરવાનું રહેશે. સાથે જ સિમ કનેક્શન બદલવા માટે કે સિમ પૉર્ટ કરાવવા માટે પણ કોઈ ફૉર્મ ભરવાની જરૂર નહીં રહે.

ફક્ત એક રૂપિયામાં થઈ જશે બધું કામ
સરકારે સ્પષ્ટતા કરી છે કે યૂઝર્સ પોતે ઑનલાઇન KYC ભરી શકશે. આ સંપૂર્ણ પ્રક્રિયા એપ બેઝ્ડ હશે. યૂઝર્સે ઑનલાઇન એટલે કે e-KYC માટે માત્ર 1 રૂપિયો ચાર્જ ભરવાનું રહેશે. જ્યારે પ્રી-પેઈડથી પોસ્ટ-પેઇડ અને પોસ્ટ-પેઇડથી પ્રી-પેઈડમાં કન્વર્ટ કરવા માટે નવા KYCની જરૂર નહીં હોય. જણાવવાનું કે અત્યાર સુધી જો કોઈ ગ્રાહક પોતાના પ્રીપેડ નંબરને પોસ્ટપેડમાં અથવા પોસ્ટપેડને પ્રીપેડમાં કન્વર્ટ કરાવે તો, તેને દરેક વખતે KYC પ્રોસેસ ફોલો કરવાની હેતી. જો કે, હવે એક જ વાર KYC ભરવાની રહેશે.

કેવી રીતે ભરવી KYC
ટેલિકૉમ કંપનીઓ તરફથી નવું ફૉર્મ ભરવાથી લઈને પૉર્ટ કરાવવાની પ્રક્રિયા દરમિયાન દરવખતે ડૉક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇન્સેન્સથી લઈને એક તસવીર અને સહીની જરૂર રહેતી. આ બાદ ટેલિકૉમ કંપનીઓ તરફથી ડિજિટલ KYCની પ્રક્રિયા કરવામાં આવતી હતી. આ દરમિયાન ઘણીવાર ખોટા ડૉક્યૂમેન્ટ અપલોડ કરવામાં આવતા હતા. સાથે જ ઘણીવાર KYC માટે ટેલિકૉમ કંપનીઓ ગ્રાહકો પાસેથી અમુક ડૉક્યુમેન્ટ માગતી હતી. જે માટે ગ્રાહકોને ટેલિકૉમ એજન્સી કે ફ્રેન્ચાઇઝી પર જવું પડે છે. પણ હવે તમે ઘરે બેઠા જાતે જ સેલ્ફ KYC કરી શકો છો.

technology news tech news national news narendra modi