ChatGpt પર આંધળો ભરોસો મૂકવા જેવો નથી

01 July, 2025 12:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યંગસ્ટર્સ એના પર એટલા નિર્ભર થઈ ગયા છે કે તેઓ પોતાની પર્સનલ ઈ-મેઇલ અને બૅન્કિંગ ડીટેલ્સ શૅર કરી દે છે જે લીક થયા બાદ સાઇબર ફ્રૉડના શિકાર બની શકે છે

પ્રતીકાત્મક તસવીર

આજથી થોડાં વર્ષો પહેલાં કોણે વિચાર્યું હતું કે AI એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આપણી વાતોને સમજશે અને એનો જવાબ પણ આપશે. આજે ChatGpt જેવું ટૂલ ડે-ટુ-ડે લાઇફનાં કાર્યોમાં મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે. કોઈ ઈ-મેઇલ લખવાની હોય કે કોઈ સવાલનો જવાબ મેળવવાનો હોય, કોઈ કન્ટેન્ટને તૈયાર કરવાની હોય કે માહિતી મેળવવાની હોય… આ ટૂલ બહુ જ મદદ કરે છે એમ કહેવું જરાય ખોટું નથી. OpenAIના આ AIનો ઉપયોગ દુનિયાભરમાં વ્યાપકપણે થઈ રહ્યો છે અને ભારત બીજો સૌથી મોટો યુઝર બેઝ છે. ChatGptનો ઉપયોગ માઇન્ડફુલનેસથી એટલે કે સમજી-વિચારીને અને સાવચેતીથી કરશો તો એ તમારા માટે ફાયદાકારક છે. આડેધડ વપરાશ અને આંધળો ભરોસો તમારા ડેટાને જોખમમાં મૂકી શકે છે. તેથી એનાં રિસ્ક-ફૅક્ટર્સ વિશે જાણવું બહુ જરૂરી છે.

ડેટા-પ્રાઇવસીનું જોખમ

ChatGpt એક AI ચૅટબૉટ છે જે આપણે પૂછેલા પ્રશ્નોનો જવાબ આપે છે. તમે જે લખો છો એ બધી માહિતી OpenAI નામના સર્વરમાં સંગ્રહ થાય છે. જો તમે તમારું નામ, વ્યક્તિગત માહિતી, મોબાઇલ-નંબર, પાસવર્ડ, બૅન્કની વિગતો ChatGptમાં લખો છો તો એ માહિતી ગુપ્ત રહેતી નથી અને લીક થવાનું જોખમ રહે છે. ડેટા લીક થવાની ઘટના અગાઉ ઘણી વાર બની છે. ૨૦૨૩માં ChatGptમાં એક ભૂલને કારણે કેટલાક યુઝર્સને બીજાની ચૅટ સર્ચ હિસ્ટરી દેખાઈ ગઈ હતી અને એમાં વ્યક્તિગત માહિતી લીક થઈ હતી. આવું થવાથી છેતરપિંડી અથવા આઇડેન્ટિટી થેફ્ટનું જોખમ વધે છે. ભારત સરકાર સહિત અન્ય દેશોએ રાષ્ટ્રીય સુરક્ષાના જોખમથી બચાવવા માટે સરકારી કર્મચારીઓ માટે ChatGptના ઉપયોગ પર નિયંત્રણો મૂક્યાં છે એ રીતે આપણે પણ કોઈ પણ પ્રકારની અંગત માહિતી આ ચૅટબૉટ પર શૅર કરવાનું ટાળવું જોઈએ.

સાવચેત કઈ રીતે રહેવું?

તમારા આધાર કાર્ડ નંબર, પાસવર્ડ, OTP, બૅન્કની વિગત કે કોઈ પણ પ્રકારની પર્સનલ ડીટેલ ક્યારેય ChatGptમાં ટાઇપ કરવી નહીં.

ચૅટબૉટની હિસ્ટરી અને મેમરીને સમયસર સાફ કરો.

 OpenAI દ્વારા આપવામાં આવતી માહિતીથી અપડેટ રહો. AIને ટેક્નૉલૉજી ટૂલની જેમ ટ્રીટ કરો. એટલી જ માહિતી આપો જેટલી આપવામાં જોખમ ન હોય.

ai artificial intelligence technology news information technology act social networking site social media life and style columnists gujarati mid day mumbai cyber crime crime news