WhatsAppએ આપ્યો મોટો ઝટકો, દરેક SMSની ચૂકવવી પડશે આટલી મોટી કિંમત

28 March, 2024 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મેટા અધિકૃત WhatsApp તરફથી ઈન્ટરનેશનલ વન ટાઈમ પાસવર્ડની એક નવી કેટેગરી રજૂ કરવામાં આવી છે. આથી ભારતમાં બિઝનેસ મેસેજ મોકલનારની કિંમતમાં વધારો થશે. વૉટ્સએપના આ પગલાથી કંપનીની કમાણીમાં વધારો થવાની આશા છે.

વૉટ્સએપ (ફાઈલ તસવીર)

WhatsApp Raises Costs: મેટા અધિકૃત WhatsApp તરફથી ઈન્ટરનેશનલ વન ટાઈમ પાસવર્ડની એક નવી કેટેગરી રજૂ કરવામાં આવી છે. આથી ભારતમાં બિઝનેસ મેસેજ મોકલનારની કિંમતમાં વધારો થશે. વૉટ્સએપના આ પગલાથી કંપનીની કમાણીમાં વધારો થવાની આશા છે. ઇકોનૉમિક્સ ટાઈમ્સના રિપૉર્ટ પ્રમાણે, આંતરરાષ્ટ્રીય સંદેશાઓની કિંમત પહેલા કરતા 20 ગણી વધી ગઈ છે. જો કે, સામાન્ય યુઝર્સ પહેલાની જેમ જ ફ્રીમાં WhatsAppનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકશે. નવો નિર્ણય જે વ્યવસાય એસએમએસ પર લાગૂ થશે.

પ્રતિ SMS 2.3 રૂપિયા ચૂકવવા પડશે
વોટ્સએપની નવી ઈન્ટરનેશનલ મેસેજ કેટેગરી હેઠળ તમારે પ્રતિ મેસેજ 2.3 રૂપિયા ચૂકવવા પડશે. આ નિયમ 1 જૂનથી લાગુ થશે. તેની અસર ભારત અને ઈન્ડોનેશિયા બંનેના બિઝનેસ પર જોવા મળશે. વોટ્સએપના નવા નિર્ણયથી એમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓના કોમ્યુનિકેશન બજેટમાં વધારો થશે. વાસ્તવમાં, WhatsApp દ્વારા વેરિફિકેશન સામાન્ય આંતરરાષ્ટ્રીય વેરિફિકેશન OTP કરતા સસ્તું હતું. (WhatsApp Raises Costs)

પહેલા શું હતા દર?
WhatsApp Raises Costs: અગાઉ ટેલિકોમ કંપનીઓ સ્થાનિક SMS મોકલવા માટે પ્રતિ SMS 0.12 પૈસા ચાર્જ કરતી હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમત 4.13 રૂપિયા પ્રતિ SMS હતી, જ્યારે WhatsApp આંતરરાષ્ટ્રીય SMS માટે 0.11 પૈસા પ્રતિ SMS ચાર્જ કરતી હતી, જે વધીને 2.3 રૂપિયા પ્રતિ SMS થઈ ગઈ છે. મોકલવામાં આવ્યો હતો.

ભારત એક મોટું બજાર
તમને જણાવી દઈએ કે ભારતમાં એન્ટરપ્રાઇઝ મેસેજિંગમાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ રહી છે, જેનો બજાર હિસ્સો 7600 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. જેમાં એસએમએસ, પુશ મેસેજ, ઓટીપી વેરિફિકેશન, એપ્લિકેશન લોગિન, નાણાકીય વ્યવહારો, સર્વિસ ડિલિવરી જેવા મેસેજનો સમાવેશ થાય છે.

Jio અને Airtelને ફાયદો
WhatsApp Raises Costs: ઓછા વોટ્સએપ એસએમએસ ચાર્જને કારણે, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે વેરિફિકેશન અને મેસેજિંગ ટૂલ તરીકે WhatsAppનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે એરટેલ અને જિયો જેવી કંપનીઓને નુકસાન થઈ રહ્યું હતું. જોકે, નવા નિર્ણય બાદ ટેલિકોમ કંપનીઓને ફાયદો થવાની આશા છે.

નોંધનીય છે કે કંપની બીટા યુઝર્સ માટે આ નવું ફીચર રોલઆઉટ કરી રહી છે. બીટા યુઝર્સ આ અપડેટને એન્ડ્રોઇડ પર વોટ્સએપના 2.24.7.6 બીટા વર્ઝનમાં ચેક કરી શકે છે. યુઝર્સ લાંબા સમયથી સ્ટેટસમાં લાંબા વીડિયો શેર કરવાના ફીચરની માગ કરી રહ્યા હતા, જે બાદ તેમની માગ પૂરી થવા જઈ રહી છે. બીટા પરીક્ષણ પૂર્ણ થયા પછી જ આ સુવિધા વૈશ્વિક વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવશે.

સ્ટેટસ અપડેટ ફીચર સિવાય વોટ્સએપ અન્ય ફીચર પર પણ કામ કરી રહ્યું છે. આ ફીચરમાં તમે વોટ્સઍપ પર યુપીઆઈ પેમેન્ટ માટે ક્યૂઆર કોડ સ્કેન કરી શકશો. ડબલ્યુએબીટાઇન્ફોના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની આ ફીચર પર બીટા ટેસ્ટિંગ કરી રહી છે, ત્યારબાદ જ આ ફીચરને વૈશ્વિક યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

હવે તમે તારીખ પ્રમાણે મેસેજ સર્ચ કરી શકશો
દુનિયાની સૌથી મોટી મલ્ટિમીડિયા મેસેજિંગ ઍપ વૉટ્સઍપમાં એક મોટું ફીચર આવ્યું છે. હવે તમે તારીખ દ્વારા કોઈ પણ ગ્રુપ અથવા પર્સનલ ચૅટના મેસેજિસ શોધી શકશો. અલબત્ત, એ માટે તમારે મેસેજ કઈ તારીખે આવ્યો હતો એ યાદ રાખવું પડશે. આમ જોઈએ તો કી-વર્ડ સર્ચ આના કરતાં વધુ સારી છે, પરંતુ જો ચોક્કસ તારીખે શું કમ્યુનિકેશન થયેલું એ જાણવું હોય તો વૉટ્સઍપનું આ અપડેટ કામનું છે. જો તમારા મોબાઇલમાં હજી સુધી એ મળ્યું નથી તો તમારી વૉટ્સઍપ ઍપને અપડેટ કરો. એ પછી તમને આ ફીચર જોવા મળશે.

વૉટ્સઍપના આ ફીચરનું ટેસ્ટિંગ ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ થયું હતું. પહેલી વાર આ ફીચર વૉટ્સઍપ બીટા વર્ઝન 2.2348.50 પર જોવા મળ્યું હતું. નવા ફીચરના આવ્યા પછી જ્યારે તમે કોઈ વ્યક્તિના કે ગ્રુપના સર્ચબાર પર જશો ત્યારે તારીખનો ઑપ્શન પણ દેખાશે.

whatsapp business news national news amazon jio airtel