ઇન્ટિમસી માણ્યા પછી બે બૉયફ્રેન્ડ તરફથી દગો મળ્યો

19 November, 2021 04:05 PM IST  |  Mumbai | Sejal Patel

મને શૉક એ વાતનો લાગ્યો કે જ્યારે મેં તેની સાથે લગ્નની વાત કાઢી ત્યારે તેણે મને ચોખ્ખું કહી દીધું કે તેણે કદી લગ્નની દૃષ્ટિએ મારી સામે જોયું જ નથી. મને થાય છે કે હું તેને ભૂલીને આગળ વધું તો ક્યારેક થાય છે કે સબક તો શીખવું જ. શું કરવું? 

પ્રતીકાત્મક તસવીર

 હું કેટલા વર્ષની છું અને મારું બૅકગ્રાઉન્ડ અંગત કારણોસર જણાવી નહીં શકું. કૉલેજના સમયથી મારી સાથે પ્રેમમાં દગો થતો આવ્યો છે. ત્રણ વર્ષ પહેલાં એક છોકરા સાથેનો લવ ફિઝિકલ ઇન્ટિમસીમાં પરિણમ્યો અને એના થોડા સમય પછી તેણે બ્રેક-અપ કરી દીધું. લૉકડાઉન દરમ્યાન ખૂબ એકલવાયું ફીલ કરતી હતી અને એવામાં ફરીથી જૂની સોસાયટીમાં રહેતો એક યુવક મારી જિંદગીમાં આવ્યો અને એકવાર ઇમોશનલ થઈને હું તેની સાથે પણ અંગત ક્ષણોમાં સરી પડી. જોકે મને શૉક એ વાતનો લાગ્યો કે જ્યારે મેં તેની સાથે લગ્નની વાત કાઢી ત્યારે તેણે મને ચોખ્ખું કહી દીધું કે તેણે કદી લગ્નની દૃષ્ટિએ મારી સામે જોયું જ નથી. મને થાય છે કે હું તેને ભૂલીને આગળ વધું તો ક્યારેક થાય છે કે સબક તો શીખવું જ. શું કરવું? 

એ હકીકત છે કે પુરુષ ઇમોશનલ અટૅચમેન્ટ વિના પણ ફિઝિકલ સંબંધોમાં એન્ટર થઈ શકે છે, જ્યારે સ્ત્રીઓ એવું નથી કરી શકતી. આ સ્ત્રી-પુરુષની સહજ સ્વાભાવિક લાક્ષણિકતાઓ છે. જોકે તમારી સાથે જે થયું એમાં આ લાક્ષણિકતાઓની ભૂમિકા તો ખરી જ, પણ સાથે તમારી સભાનતા પણ ઓછી પડી. તમે એકપક્ષી પ્રેમમાં એટલાં ડૂબેલાં હતાં કે સામેના પાત્રની માનસિક અવસ્થાનો અંદાજ લગાવવામાં પાછા પડ્યા. એક સંબંધમાં તમે ઠોકર ખાધી એમ છતાં તમે એમાંથી શીખવા જેવું ન શીખ્યાં. ફરીતી તમે બીજા સંબંધમાં પણ ધીરજ રાખીને આગળ વધવાને બદલે ઇન્ટિમેટ થવામાં ઉતાવળ બતાવી દીધી. બેમાંથી કોઈએ તમને લગ્ન માટે નહોતું પ્રપોઝ કર્યું કે નહોતું કમિટમેન્ટ આપ્યું, રાઇટ? મતલબ કે તમે ધારણાઓ પર આગળ વધ્યાં. તમારી ધારણા ખોટી પડી એટલે જે કંઈ પણ થયું એમાં તમે પોતે પણ ફિફ્ટી પર્સન્ટ ભાગીદાર તો થયાં જ ને?
બૉય્ઝ લાભ ઉઠાવે છે એ વાત જેટલી સાચી છે એટલું જ સાચું છે કે સ્ત્રીઓ પણ કડવા અનુભવમાંથી ન શીખીને વારંવાર છોકરાઓને લાભ ઉઠાવવાનો મોકો આપે છે. જીવનમાં ભૂલ થાય ત્યારે શરમાવાનું કે બીજા પર દોષ દઈને અકળાવાનું ન હોય. પણ એક જ ભૂલ બીજી વાર થાય ત્યારે ચેતવું. પેલી વ્યક્તિને સબક શીખવવાને બદલે તમે આ ઘટનાઓમાંથી શું શીખ્યા એની નોંધ બનાવો અને એને અનુસરો. 

sex and relationships sejal patel columnists