છોકરો ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરતો

03 September, 2021 02:40 PM IST  |  Mumbai | Sejal Patel

ચૅટિંગમાં ટૂંકાં જવાબો આપે પણ ફૉર્વર્ડ્સ અઢળક મોકલાવે. તે એકદમ આઉટગોઇંગ છે. જ્યારે મારી પર્સનાલિટી એવી નથી કે હું બહુ આઉટગોઇંગ છોકરાને ઇમ્પ્રેસ કરી શકું.

પ્રતીકાત્મક તસવીર

 એક છોકરા સાથે મારે દોસ્તી આગળ વધારવી છે પણ કેમેય વાત બનતી જ નથી. ફ્રેન્ડ્સ સાથે કૉફી પીવાના બહાને અમે ત્રણેક વાર મળેલાં અને એ પછી વૉટ્સઍપ પર પણ ટચમાં છીએ. અત્યાર સુધી અમે ગ્રુપમાં જ મળતા આવ્યા છીએ, પણ કોઈક રીતે હું તેને એકલા મળવાની કોશિશ કરું છું, પણ કામિયાબી નથી મળી. તે ફેસબુક અને ઇન્સ્ટા પર બહુ ઍક્ટિવ રહે છે એટલે મેં તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, પણ તે હજી સ્વીકારી નથી. ચૅટિંગમાં ટૂંકાં જવાબો આપે પણ ફૉર્વર્ડ્સ અઢળક મોકલાવે. તે એકદમ આઉટગોઇંગ છે. જ્યારે મારી પર્સનાલિટી એવી નથી કે હું બહુ આઉટગોઇંગ છોકરાને ઇમ્પ્રેસ કરી શકું. છેલ્લે જ્યારે મેં તેને પૂછેલું કે ફ્રેન્ડ-રિક્વેસ્ટ કેમ નથી સ્વીકારી? તો કહે સોશ્યલ નેટવર્કમાં કનેક્ટ રહેવાની શું જરૂર છે? હવે આ જવાબનું શું સમજવું?

અત્યારનો જમાનો સોશ્યલ મીડિયાનો છે, પણ પ્રેમમાં સોશ્યલ મીડિયા હોય કે ન હોય કોઈ ખાસ ફરક ન પડવો જોઈએ. તમે વૉટ્સઍપ પર ટચમાં છો જ, તેની સાથે ડાયરેક્ટ વાતચીત કરી શકો એમ છો ત્યારે વર્ચ્યુઅલ વર્લ્ડને બહુ મહત્ત્વ ન આપો. તમે ઉંમર નથી જણાવી, પણ જે રીતની ઉતાવળ તમને મહેસૂસ થઈ રહી છે એ જોતાં હજી પચીસ વર્ષની અંદર જ હશો એવું ધારી લઉં છું. જ્યારે પ્રેમનો ફણગો મનમાં ફૂટેલો હોય ત્યારે તમને બેચેની રહે અને ઝડપથી વાત આગળ વધે એવું ડેસ્પરેશન હોય એ સ્વાભાવિક છે, પણ જ્યારે ઓળખાણ મજબૂત ન થઈ હોય ત્યારે સંબંધને આગળ વધારવાનું ડેસ્પરેશન રિલેશનશિપને નૅચરલી ફ્લરિશ કરવાને બદલે ગૂંગળાવી દઈ શકે છે. 
એ છોકરો આઉટગોઇંગ છે એટલે તેને ઇમ્પ્રેસ કરવા માટે કંઈક એકસ્ટ્રા અથવા તો તમે જેવા છો એના કરતાં ડિફરન્ટ પેશ આવવાની જરૂર નથી. તેની સાથે મળવાનું અને વાતચીત કરવાનું ચાલુ રાખો. જેવા છો એવા જ બની રહો. દૂરથી જોઈને પ્રેામમાં પડી જવું સહેલું છે, પર એકબીજાને નજીકથી સમજવા માટે થોડોક સમય લો. તરત પ્રપોઝ કરવાની કે તેની આંખમાં પ્રેમ શોધવાની કોશિશમાં ન રહો. પહેલાં દોસ્તી મજબૂત થવા દો જેથી તમારી વચ્ચેની કૉ‌મ્પિટિબિલટી કેટલી છે એ આપમેળે સમજાશે. 

sejal patel columnists life and style sex and relationships